અમેરિકામાં મેક્સિકોના રૂટથી પ્રવેશવા જતા લાખો માઈગ્રન્ટ્સ ફસાયા …તેમને મેક્સિકોમાં અલગ અલગ જગ્યાએ ડિટેન્શનમાં રાખવામાં આવ્યા

Illegal immigrants in Mexico: અમેરિકામાં મેક્સિકોના રૂટથી પ્રવેશવા જતા લાખો માઈગ્રન્ટ્સ ફસાયા છે અને તેમને મેક્સિકોમાં અલગ અલગ જગ્યાએ ડિટેન્શનમાં રાખવામાં આવ્યા છે. મેક્સિકોમાં હવે આ ઓર્ગેનાઈઝ્ડ ક્રિમિનલોનો ધંધો બની ગયો છે જેમાં તેઓ કરોડો ડોલરની કમાણી કરે છે. ઈમિગ્રેશન ઓથોરિટી દ્વારા ઈલિગલ લોકોને પકડવાનું પ્રમાણ 200 ટકા વધી ગયું છે.

યુએસ મેક્સિકો બોર્ડર પર મેક્સિકોની પોલીસ બહુ એલર્ટ થઈ ગઈ છે

લગભગ છ લાખ અનઓથોરાઈઝ્ડ માઈગ્રન્ટને ડિટેન્શનમાં રાખવામાં આવ્યા છે.

એશિયા અને લેટિન અમેરિકાથી માઈગ્રન્ટ્સ યુએસમાં ઘૂસવા પ્રયાસ કરે છે

આખી દુનિયાના આધુનિક દેશોમાં અત્યારે ઈલિગલ ઈમિગ્રન્ટ્સે હાહાકાર મચાવ્યો છે. પછી તે અમેરિકા હોય, કેનેડા હોય, યુકે હોય કે પછી યુરોપના બીજા કોઈ દેશ હોય. ગેરકાયદે ઈમિગ્રેશનને રોકવામાં બધા દેશો નિષ્ફળ ગયા છે. અમેરિકામાં જે ઈલિગલ લોકો ઘૂસે છે તેમાંથી મોટા ભાગના મેક્સિકોના રૂટનો ઉપયોગ કરે છે અને હવે મેક્સિકોની ધીરજ ખૂટી છે. મેક્સિકો પોલીસે મોટી સંખ્યામાં ઈલિગલ ઈમિગ્રન્ટ્સને પકડી પકડીને તેમને ડિટેન્શનમાં રાખવાનું શરૂ કર્યું છે. યુએસમાં ઈલિગલ ઘૂસણખોરી કરવા માટે ઘણા ભારતીયો પણ મેક્સિકોનો રસ્તો પકડે છે. તેથી મેક્સિકોના ડિટેન્શન હેઠળ ભારતીયો પણ હોય તેવી શક્યતા છે.

અમેરિકાના ન્યૂઝ વિક મેગેઝિને એક અહેવાલમાં જણાવ્યું છે કે તાજેતરમાં યુએસ મેક્સિકો બોર્ડર પર મેક્સિકોની પોલીસ બહુ એલર્ટ થઈ ગઈ છે અને મોટી સંખ્યામાં લોકોને પકડી રહી છે. ત્યાં લગભગ છ લાખ અનઓથોરાઈઝ્ડ માઈગ્રન્ટને ડિટેન્શનમાં રાખવામાં આવ્યા છે.

છેલ્લા એક વર્ષમાં મેક્સિકોની ઈમિગ્રેશન ઓથોરિટી દ્વારા ઈલિગલ લોકોને પકડવાનું પ્રમાણ 200 ટકા વધી ગયું છે. કારણ કે યુએસ બોર્ડર સુધી પહોંચવા માટે 13 લાખથી વધુ માઈગ્રન્ટે મેક્સિકોના રૂટનો ઉપયોગ કર્યો હતો. મેક્સિકોએ એન્ટ્રી રોકવા માટે અનેક બેરિયર લગાવ્યા છે છતાં માઈગ્રન્ટનું આગમન અટકતું નથી. અહીં કોઈને અસાઈલમ પણ નથી અપાતું અને વર્ક પરમિટ પણ નથી મળતી. છતાં લોકો અમેરિકા જવાની આશાએ આવતા જ રહે છે.

ઘણા લોકોને બોર્ડર પર પકડીને બસોમાં ભરી ભરીને દૂર લઈ જવાય છે અને પછી ખદેડી દેવાય છે. મેક્સિકોની આ સ્ટ્રેટેજી કેટલી સફળ થશે તે કહેવું મુશ્કેલ છે કારણ કે ખુદ મેક્સિકોના અધિકારીઓ કહે છે કે લોકોને પાછા ધકેલવાના પ્રયાસ ચાલે છે. તેઓ બોર્ડરથી થોડા દૂર જાય તેવું કરીએ છીએ. મેક્સિકોમાંથી મોટી સંખ્યામાં લોકોને ડિપોર્ટ કરાયા છે.

મેક્સિકોએ ગયા વર્ષે બોર્ડર પરથી 3100થી વધારે બસ ભરીને લોકોને સાઉથ મેક્સિકોમાં ઉતાર્યા હતા. પરંતુ લોકો ત્યાં જ રહ્યા હશે તેવું કન્ફર્મ નથી. શક્ય છે કે લોકો ફરી નોર્થમાં આવી ગયા હોય અને અમેરિકાની બોર્ડર પાર કરવાનો પ્રયાસ કર્યો હોય. આવી અંધાધૂંધીમાં ઘણા લોકો પોતાના પરિવારોથી અલગ પડી ગયા છે, બાળકો પોતાના વાલીઓથી અલગ પડી ગયા છે તેથી પરિવારને મળવા માટે પણ લોકો પાછા બોર્ડર પર આવે છે.

કોઈ વ્યક્તિ મેક્સિકોમાં ઘૂસે તો પણ લાંબા સમય સુધી ત્યાં રહેવું મુશ્કેલ છે કારણ કે તેમને કોઈ વર્ક પરમિટ નથી મળતી અને લીગલ રાઈટ્સ પણ મળતા નથી. અમેરિકન બોર્ડર પોલીસને સૌથી વધુ ભેટો મેક્સિકનોનો થાય છે કારણ કે ઘણા લોકો મેક્સિકોની હિંસાથી કંટાળીને, કરપ્શનથી કંટાળીને અને અત્યંત મુશ્કેલ આર્થિક સ્થિતિથી ત્રાસીને અમેરિકા જવાનો પ્રયાસ કરે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા અને મેક્સિકો સરકારે હાથ મિલાવ્યા છે જેથી કરીને ઈલિગલ માઈગ્રન્ટ્સને દૂર કરી શકાય. અમેરિકા બીજા કોઈ દેશના લોકોને ડિપોર્ટ કરે તો પણ તેને સ્વીકારવા માટે મેક્સિકો તૈયાર રહે છે. આ ઉપરાંત માઈગ્રેશનના રૂટ પર ચેક પોઈન્ટ્સ વધારવામાં આવ્યા છે. મેક્સિકન પોલીસ ઘણી વખત બહુ આક્રમક પણ બને છે અને ઈમિગ્રન્ટસ સાથે બહુ ખરાબ વર્તાવ કરવામાં આવે છે તેવી પણ ફરિયાદ છે. પરંતુ મેક્સિકોમાં હવે આ ઓર્ગેનાઈઝ્ડ ક્રિમિનલોનો ધંધો બની ગયો છે જેમાં કેટલીક ગેંગ માણસોને યુએસમાં ઘૂસાડવાના કામ કરીને મહિને 50 મિલિયન ડોલરથી વધારે કમાણી કરે છે.

ઈલિગલ ઈમિગ્રન્ટસનું કહેવું છે કે તેમની પાસે કોઈ વિકલ્પ જ નથી કારણ કે તમને પકડીને મેક્સિકોના કોઈ ભાગમાં ઉતારી દેવામાં આવે અને તમારે અમેરિકામાં ઘૂસવું જ હોય તો આવી સ્થિતિમાં તમે એજન્ટોની મદદ લેવાના જ છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.