IMAનો મોદી સામે વિરોધ: વડાપ્રધાન પોતાની વાત સાબિત ન કરી શકે તો તેમણે માફી માંગવી જોઇએ

ઇન્ડિયન મેડિકલ એસોસિએશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક કથિત નિવેદન સામે આકરો વાંધો ઉઠાવ્યો છે. અને માંગણી કરી છે કે વડાપ્રધાન કાં તો આરોપો ઇન્કાર કરે, કાં તો સાબિત કરે અથવા માફી માંગે. IMA દ્વારા મીડિયામાં એક નિવેદન જાહેર કરીને માંગણી કરવામાં આવી. જેમાં તેમણે કહ્યું કે ટોચની ફાર્મા કંપનીઓ ડોક્ટર્સને લાંચના સ્વરૂમાં યુવતીઓ સપ્લાય કરે છે.

દેશમાં ડોકટર્સના ટોચના સંગઠને કહ્યું કે જો વડાપ્રધાન પોતાની વાત સાબિત ન કરી શકે તો તેમણે માફી માંગવી જોઇએ. IMAએ આ યાદીમાં વડાપ્રધાનના કથિત નિવેદન સામે સંસ્થા વાંધો નોંધાવે છે. IMAના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.રાજન શર્મા અને સેક્રેટરી જનરલ ડો.આરવી અસોકનના હસ્તાક્ષરવાળી આ યાદીમાં કહેવામાં આવ્યું કે પીએમઓ દ્વારા આવા તબીબોનું નામ જાહેર કરવામાં આવે.

યોજના હેઠળ હોસ્પિટલોને મળતી રકમનો 15 ટકા હિસ્સો વીમા કંપનીઓ ચાઉ કરી જાય છે. જેમાં ખાનગી અને સરકારી બંને પ્રકારની હોસ્પિટલ સામેલ છે. સંસ્થાએ કહ્યું કે આ પ્રકારના નિવેદનનો હેતુ ગંભીર મુદ્દાઓ પરથી દેશનું ધ્યાન ભટકાવવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.