વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઈમાનદારીપૂર્વક ટેક્સ ચુકવનારા કરદાતાઓ માટે ‘પારદર્શી કરાધાન-ઈમાનદાર કા સમ્માન’ નામની એક યોજના શરૂ કરશે. એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન 13 ઓગસ્ટના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ‘પારદર્શી કરાધાન-ઈમાનદાર કા સમ્માન’ મંચની શરૂઆત કરશે. જો કે નિવેદનમાં સુધારા વિશે કંઈ કહેવાયું નથી પરંતુ મંચની શરૂઆત સાથે છેલ્લા 6 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સના મોર્ચે જે સુધારો કરવામાં આવ્યો છે તેને આગળ લઈ જવાની આશા છે.
સુધારામાં છેલ્લા વર્ષ કંપની ટેક્સની દરને 30%થી ઘટાડીને ટેક્સ 22% કરવા અને નવી વિનિર્માણ યુનિટ માટે 15% કરવા અને લાભાંશ વિતરણ ટેક્સ હટાવવા, અધિકારી અને કરદાતાઓનો આમનો સામનો થયા વિના આકારણી શરૂ છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે, ટેક્સ સુધારા હેઠળ ટેક્સના દરોમાં ઘટાડો કરવા અને ડાયરેક્ટ ટેક્સ કાયદાને સરળ કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. આવકવેરા વિભાગના કામકાજમાં દક્ષતા અને પારદર્શિતા લાવવા માટે સીબીડીટી દ્વારા ઘણી પહેલ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.