કોરોનાના કારણે ભારે દેવાની જાળમાં દેશ,IMFનો રિપોર્ટમાં આ માહિતી જાહેર કરાઇ છે

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(IMF)ના એક રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ 2020માં ભારતનું કુલ ઉત્પાદન જો 100 રૂપિયાનું હતું, તો દેવાનો બોજ વધીને 90 રૂપિયા થઇ ગયો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં ભારતની કુલ જીડીપી અંદાજિત 189 લાખ કરોડ રૂપિયા અને દેવું 179 લાખ કરોડ રૂપિયા હતું.

IMFને અંદાજ છે કે ભારતીય અર્થવ્યવસ્થા 2021માં 12% ની વૃદ્ધિ કરશે, જે એકમાત્ર મોટી અર્થવ્યવસ્થા છે જે કોવિડ -19 રોગચાળા દરમિયાન ગયા વર્ષે સકારાત્મક વિકાસ દર ધરાવે છે.

IMFના નાણાકીય મામલે વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પાઓલો મૉરોએ કહ્યું કે, કોરોના મહામારી પહેલા વર્ષ 2019માં ભારતના દેવાનો રેશિયો GDPનો 74 ટકા હતો, પરંતુ વર્ષ 2020માં આ GDP અંદાજિત 90 ટકા સુધી આવી ગયો છે. આ વધારો ઘણો વધારે છે.

તેમણે કહ્યું કે, અમારો અંદાજ છે કે જેમ જેમ અર્થવ્યવસ્થા સુધરશે, દેવાના રેશિયામાં સુધારો થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.