ઇમ્યૂનિટી વધારનાર ઉકાળાના પણ છે કેટલાય ગેરફાયદા, જાણો વિગતે

કોરોના વાયરસને કારણે શરૂઆતથી જ હેલ્થ એક્સપર્ટ લોકોને ઇમ્યૂનિટી વધારવા માટે કાઢા પીવાની સલાહ આપી રહ્યા છે. કેટલાક લોકોએ પોતાના ડાયેટમાં ઉકાળાને નિયમિત રીતે સામેલ પણ કરી લીધું છે. ઉકાળો ઇમ્યૂનિટી બૂસ્ટ કરીને ફ્લૂ અથવા ઇન્ફેક્શનથી લડનાર ટી-સેલ્સ જનરેટ કરે છે. જો કે ઉકાળો પીવાના કેટલાક મોટા નુકશાન પણ હોય છે, તેના વિશે કદાચ જ તમે જાણતાં હશો. ડૉક્ટર્સનું કહેવું છે કે ઉકાળા પીતાં લોકો જો કેટલીક ખાસ બાબતોનું ધ્યાન ન રાખે તો તે સ્વાસ્થ્યને નુકશાન પણ પહોંચાડી શકે છે.

એક્સપર્ટનું કહેવું છે કે ઉકાળો પીતા લોકોની ઉંમર, વાતાવરણ અને હેલ્થને મૉનિટર કરતાં રહેવું ખૂબ જ જરૂરી છે. રેગ્યુલર ઉકાળો પીતા કમજોર સ્વાસ્થ્યનાં લોકોને કેટલીય મોટી પરેશાની થઇ શકે છે. નાકમાંથી લોહી આવવું, મોઢામાં છાલા પડવાં, એસિડિટી, પેશાબ થવામાં સમસ્યા અને ડાયજેશનની સમસ્યા તમને પરેશાન કરી શકે છે. એવામાં તમારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

ઉકાળો બનાવવામાં મોટાભાગે બ્લેક પેપર, તજ, હળદર, ગિલોય, અશ્વગંધા, ઇલાયચી અને સૂંઠનો ઉપયોગ થાય છે. આ બધી વસ્તુઓ તમારા શરીરને ઘણું ગરમ કરી દે છે. શરીરનું તાપમાન અચાનક વધવાથી નાકમાંથી લોહી નિકળવા જેવી અને એસિડિટી જેવી સમસ્યાઓ થઇ શકે છે.

એટલા માટે ઉકાળો બનાવતી વખતે જે વસ્તુઓનો તમે ઉપયોગ કરી રહ્યા છો તેનું પ્રમાણ સંતુલનમાં રાખવું ખૂબ જરૂરી છે. જો ઉકાળો પીવાથી તમને કોઇ પરેશાની થઇ રહી છે તો તેમાં તજ, બ્લેક પેપર, અશ્વ ગંધા અને સૂંઠનું પ્રમાણ ઓછું જ રાખો.

શરદીથી પરેશાન લોકો માટે ઉકાળો ઘણો ફાયદાકારક માનવામાં આવે છે. જો કે, કેટલાક લોકોએ તેમાં ઘણી સતર્કતા રાખવી જોઇએ. ખાસ કરીને તે લોકોએ જેમને પિત્તની ફરિયાદ રહેતી હોય છે. આ લોકોએ ઉકાળામાં બ્લેક પેપર, સૂંઠ અને તજનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી જોઇએ.

જો તમે ઉકાળાનો રેગ્યુલર ઉપયોગ નથી કરી રહ્યા તો તેને ઓછા પ્રમાણમાં લેવું જ યોગ્ય રહેશે. ઉકાળો બનાવતી વખતે વાસણમાં માત્ર 100 મિલીલીટર પાણી નાંખો. ત્યારબાદ જરૂરી વસ્તુઓ ઉમેરીને પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી ઉકાળો 50 મિલીલીટર એટલે કે અડધો ન થઇ જાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.