ગુજરાતમાં “ગુલાબ”ની અસર..અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ..

રાજ્યમાં આજથી આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદને હવામાન ખાતાએ આગાહી કરી છે. ગુલાબ વાવાઝોડાની ગુજરાતમાં કોઈપણ અસર વર્તાશે નહીં .પરંતુ આ વાવાઝોડું નબળું પડ્યું બાદમાં સાયકલોનિક સકયુઁલેશન સર્જાયુ છે.તેની અસર તળે રાજયમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

રાજયનાં પાટનગર ગાંધીનગર શહેરમાં પણ આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જ જામી ચૂક્યો છે. પાલનપુરમાં વહેલી સવારથી જ ધીમી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. પાસપોર્ટ વરસાદને કારણે જિલ્લાના ખેડૂતો માં નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે.

હવામાન વિભાગનાં બુલેટિનમાં જણાવાયું છે કે નોર્થ -ઈસ્ટ અરેબિયન સમુદ્ર પર દરિયાની સપાટીથી ૩.૧ કિલોમીટરની ઉંચાઇ પર સાયકલોનિક સકયુઁલેશન સર્જાયુ છે.જો સાઉથ વેસ્ટર્ન તરફ આગળ વધી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.