- બનાસકાંઠા જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો ચૂસ્ત અમલઃ આચારસંહિતા લાગુ થતાં જિલ્લામાં જાહેર સ્થળો પરથી કુલ- ૧૦,૪૬૮ અને ખાનગી સ્થળોએથી ૧,૩૩૧ પોસ્ટર, બેનર, વોલપેઈન્ટીંગ વિગેરે દૂર કરાયા આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલની બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શનમાં કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત સાથે જ બનાસકાંઠા જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન મુજબ તથા નિરીક્ષણ હેઠળ, જિલ્લા મથક પાલનપુર શહેર તેમજ જિલ્લામાં જાહેર સ્થળોએ, સરકારી ઈમારતો પર, સરકારી બસો વગેરે સ્થળે સરકારી જાહેરાતોવાળા પોસ્ટર, બેનર ઉતારવાની કામગીરી કરવામાં આવી છે. જેના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં કેન્દ્ર સરકાર, રાજય સરકારની યોજનાકીય સિધ્ધિઓ, સાફલ્યગાથાઓ, જાહેરાતો, માહિતી તથા રાજકીય પદાધિકારીશ્રીઓના ફોટાવાળા બેનર, પોસ્ટર, વોલપેઈન્ટીંગ વિગેરે દૂર કરવાની કામગીરી અંતર્ગત આજ તા.૦૫/૧૧/૨૦૨૨ સુધીમાં જાહેર સ્થળોએથી ૧૦,૪૬૮ અને ખાનગી માલિકીના સ્થળોએથી ૧,૩૩૧ પોસ્ટર, બેનર, વોલપેઈન્ટીંગ વિગેરે દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલ, દવાખાના,
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.