જો તમારું ખાતું પણ દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક HDFCમાં છે તો તમારા માટે મહત્વના સમાચાર છે. એચડીએફસી બેન્કમાંથી દરરોજ કરોડો લોકો લેણદેણ કરે છે ત્યારે બેન્કના આ નિર્ણયથી દરેક પર તેની અસર જોવા મળશે. વાસ્તવમાં, HCLR આધારિત લોન પર વ્યાજદરમાં વધારા બાદ હવે બેન્કે ખાતામાં રોકડ જમા કરવા પર લાગતા ચાર્જને પણ વધારવાનો નિર્ણય કર્યો છે.
News Detail
બેન્ક તરફથી આ ખાતાઓ પર ચાર્જ વસૂલાશે
HDFC બેન્કની વેબસાઇટ પર દર્શાવાયેલી જાણકારી અનુસાર કરન્ટ એકાઉન્ટ, કરન્ટ ખાતુ, એસેટ કરન્ટ એકાઉન્ટ, રેગ્યુલર કરન્ટ એકાઉન્ટ, ઇ-કોમર્સ કરન્ટ એકાઉન્ટ, પ્રોફેશનલ કરન્ટ એકાઉન્ટ, એગ્રી કરન્ટ એકાઉન્ટ, ટ્રેડ કરન્ટ એકાઉન્ટ, ફ્લેક્સી કરન્ટ એકાઉન્ટ, હોસ્પિટલ/નર્સિંગ હોમ, મર્ચન્ટ એડવાન્ટેજ કરન્ટ એકાઉન્ટ વગેરે પર આ ચાર્જની વસૂલાત કરાશે. પહેલા જાહેર કરાયેલી ફ્રી લિમિટ બાદ 3 રૂપિયા પ્રતિ એક હજાર અથવા ઓછામાં ઓછા 50 રૂપિયા એક ટ્રાન્ઝેક્શન પર લેવામાં આવે છે. પરંતુ હવે 1 નવેમ્બરથી બેન્ક તરફથી પ્રતિ એક હજાર રૂપિયા પર 3.5 રૂપિયાની વસૂલાત કરાશે. પરંતુ ટ્રાન્ઝેક્શન પર લાગતો ચાર્જ 50 રૂપિયા જ રહેશે.
સેવિંગ એકાઉન્ટ પર કોઇ ચાર્જ નહીં લાગે
જો કે જેમનું સેવિંગ એકાઉન્ટ છે તેમના માટે રાહતના સમાચાર છે. HDFC બેન્ક તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ચાર્જ માત્ર કરન્ટ હોલ્ડર્સ માટે વધારાયો છે જેમણે કોઇ ખાસ સર્વિસ લીધી છે. બચત ખાતાધારકો માટે ચાર્જમાં કોઇપણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી. જણાવી દઇએ કે RBI તરફથી રેપોરેટ વધારાયા બાદ એક્સિસ બેન્ક, સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા, ICICI બેન્ક અને ફેડરલ બેન્કે પણ MCLR આધારિત વ્યાજદરોમાં વધારો કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.