ગુજરાતમાં બોર્ડની પરિક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમા ગુજરાત બોર્ડ દ્વારા પરિક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. કોરોનાને કારણે આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ ઓનલાઈન અભ્યાસ વધારે કર્યો હતો.જોકે હાલતો શાળાઓ દ્વારા 100 ટકા ઓફલાઈન શિક્ષણ શરૂ કરીને ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે.
આપને જણાવી દઈએ કે 28 માર્ચથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરિક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. અને જેમા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવશે. ટૂંક સમયમાં ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ રજૂ કરી દેવામાં આવશે. જોકે હાલ તો બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.અને જેથી વિદ્યાર્થીઓ તે તારીખને અનુલક્ષીને પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી શકે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પરીક્ષાની તારીખ માટે જે પરિપત્ર રજૂ કરવામાં આવ્યો હતો અને તે મુજબ 12 સાયન્સ પ્રેકટીકલની પરીક્ષાઓ લેવામાં આવશે.તેમજ જેમા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ ટાઈમ ટેબલ મુજબ પરીક્ષા લેવાશે અને ટાઈમ ટેબલ પણ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે બોર્ડ દ્વારા જે થીયરીની પરીક્ષા માટે જે સેન્ટર નક્કી કરવામાં આવશે ત્યાજ પ્રેક્ટીકલની પરીક્ષા પણ લેવામાં આવશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.