બોલિવુડ એક્ટર અને આમિરખાનના ભાણિયા ઈમરાન ખાને તેમની પત્નિ અવંતિકા મલિકને છૂટાછેડા આપવાનો નિર્ણય કરી લીધો છે અને બંનેએ હજી સુધી કોર્ટમાં તે અંગેની અરજી આપી નથી.
લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર રહેનાર ઈમરાન ખાન એક વાર ફરીથી ચર્ચામાં આવી ગયા છે. ઈમરાન ખાને તેમના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યા છે તેમણે તેમની પત્નિ અવંતિકા મલિકથી અલગ થવાનો નિર્ણય લીધો છે અને છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે અણબનાવ હોવાના સમાચાર આવ્યા હતા, પરંતુ હવે પુષ્ટિ થઈ ગઈ છે કે બંને વચ્ચે ખરેખર સમસ્યા છે અને ઈમરાન ખાન ગમે ત્યારે લોકો આગળ આ અંગેની જાહેરાત કરી શકે છે.
મળતા રિપોર્ટ પ્રમાણે, નિકટના સંબંધીઓ તથા મિત્રોએ બંને વચ્ચે સમાધાન કરાવવાના પૂરતા પ્રયાસો કર્યા હતા.અને બંને ફરી મળે અને સાથે રહે એ માટે તમામે ઘણી જ મહેનત કરી હતી. જોકે બંને પર કોઈ અસર થઈ નહોતી. અવંતિકા લગ્ન તથા ઈમરાનને બીજી તક આપવા માગતી નથી, આથી જ કોઈના પણ પ્રયાસો કામ ના આવ્યા.
ઈમરાન તથા અવંતિકા વચ્ચે છેલ્લાં બે વર્ષથી મતભેદ હોવાની વાત સામે આવી રહી છે. 24 મે, 2019ના રોજ અવંતિકાએ ઈમરાનનું ઘર છોડ્યું હતું. તે દીકરી ઈમારા સાથે પેરેન્ટ્સના ઘરે રહે છે.અને બંને પરિવારે ઈમરાન તથા અવંતિકા વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઈમરાન ખાન અને અવંતિકા મલિક હવે સત્તાવાર રીતે અલગ થઈ રહ્યા છે પરંતુ બંનેએ હજી સુધી કોર્ટમાં છુટાછેડાની અરજી આપી નથી. અને અવંતિકાએ પોતાના તરફથી આ સંબંધને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા કેમ કે તે કોઈ પણ કારણોસર તેમના સંબંધોને સંપુર્ણ રીતે સમાપ્ત થવા દેવા માંગતી નહોતી, પરંતુ તેના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. કોમન મિત્રો અને પરિવારે પણ બંને વચ્ચે સમાધાન લાવવાના તમામ પ્રયત્નો કર્યા પરંતુ તેઓ પણ નિષ્ફળ ગયા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.