ઈમરાન ખાને ભારત પર લગાવ્યો આરોપ : કાશ્મીરીઓ પર ભારત,કરી રહ્યું છે અત્યાચાર

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને શુક્રવારે કાશ્મીર એકજુટતા દિવસ મનાવતા આરોપ લગાવ્યો કે ભારત કાશ્મીરીઓ પર અત્યાચાર કરી રહ્યું છે.

ઈમરાન ખાને કહ્યું કે આ વિસ્તારની સ્થિરતા માટે પાકિસ્તાનની શાંતિની ઈચ્છાને કમજોરી ન સમજવામાં આવે. તેમણે દાવો કર્યો છે કે આ એક દેશન રુપમાં અમારી તાકાત અને આત્મવિશ્વાસ છે કે અમે 2 પગલા આગળ વધવા તૈયાર છીએ જેથી કાશ્મીરી લોકોના વૈધાનિક મહત્વકાંક્ષાઓને પૂરી કરી શકાય.

પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ બાજવાએ મંગળવારે કહ્યું હતું કે પાકિસ્તાન અને ભારતે કાશ્મીર મુદ્દાની ગરિમાપૂર્ણ અને શાંતિપૂર્ણ રીતે હલ કરવો જોઈએ. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને ભારતે જમ્મુ કાશ્મીરના મુદ્દાને જમ્મુ કાશ્મીરના લોકોની આકાંક્ષાઓના અનુરુપ ગરિમાપૂર્ણ અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવી જોઈએ.

જનરલ બાજવાએ કહ્યું કે પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે જેણે ક્ષેત્રીય અને વૈશ્વિક શાંતિ માટે ઘણા મોટા બલિદાન આપ્યા છે. તેમણે કહ્યું કે અમે પરસ્પર સન્માન અને શાંતિપૂર્ણ સહ- અસ્તિત્વને આદર્શ પર ચાલીને પ્રતિબદ્ધ છે. હજું પણ આ દિશામાં શાંતિનો હાથ લંબાવવનો સમય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.