પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ના પૂતળા દહનના કાર્યક્રમમાં સુરત આપના કાર્યકર્તાની ઉમરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવી રહી છે, અંદાજે 50 જેટલા આમઆદમી પાર્ટીના નેતા અને કર્ય્કારતાઓની ઉમરા પોલીસ દ્વારા અટકાયત કરવમાં આવી છે.
https://twitter.com/bhadanivandan/status/1291277316539047936?s=19
પાકિસ્તાનનો ના નાપાક પ્રધાનમંત્રીએ જૂનાગઢ અને માણાવદરને પાકિસ્તાનમાં જોડવા અંગેનો નકશો બહાર પાડતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શનનું એલાન આપ્યું હતું. પરંતુ વિરોધ પહેલાજ ઉમરા પોલીસે અટકાયત કરી લેતા હોબાળો થયો હતો.
સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ નજીક આ વિરોધ પ્રદર્શન થયું હતું. જ્યાં આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ગોપાલ ઈટાલીયા, રામ ધડુક, યોગેશ જાદવાણી, સાગર સવાણી સહિતના આગેવાનો સહીત ૫૦ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.