ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ હવે ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે. નનકાના સાહિબ ગુરુદ્વારા પર થયેલા ટોળાના હુમલાથી ધ્યાન હટાવવા માટે, ઇમરાન ખાને શુક્રવારે રાત્રે એક પછી એક અનેક વીડિયો ટ્વીટ કરીને ‘ભારતમાં મુસ્લિમો પર પોલીસ અત્યાચાર’ ના ખોટા દાવા કર્યા હતાં. બાંગ્લાદેશના લગભગ 7 વર્ષ જૂના વીડિયોને પોસ્ટ કરી ઇમરાન ખાને દાવો કર્યો કે પોલીસ મુસ્લિમો પર અત્યાચાર કરી રહી છે. જેનો ભારતે પાકિસ્તાને સણસણતો જવાબ આપ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્ધ નકલી વીડિયો પોસ્ટ કરવાના મામલે અમેરિકા પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન તરફથી વારંવાર આવું થાય છે. તેમની જૂની આદત જતી નથી.
તો બીજી બાજુ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પણ કહ્યું હતું કે, નકલી ન્યૂઝ ટ્વિટ કરો, પકડાઈ જાઓ, ડિલીટ કરો, ફરીથી એ જ કામ કરો. આમ ભારતે પાકિસ્તાન પર બેવડા વાર કરીને તેમને બરાબરનો જવાબ આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.