પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને સોમવારે ફરી એક વખત દેશવ્યાપી લોકાડઉનની મનાઈ કરતા કહ્યુ હતુ કે, આ સફળ નહી હે. તેમણે આ દરમિયાન ભારતમાં કોરોના વાયરસને રોકવા માટે લગાવવામા આવેલ લોકડાઉનને લઈને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યુ હતુ કે, પીએમમોદીને પોતાના આ નિર્ણયને લઈને જનત પાસે માફી માગવી પડી છે. ઈમરાને આ વાત આજે દેશને કરેલા પોતાના સંબોધન દરમિયાન કહી હતી.
પીએમ મોદીને લોકડાઉન માટે માફી માગી
ડોનની રિપોર્ટ પ્રમાણે, ઈમરાન ખાને કહ્યુ કે, જો આપણે દેશના લોકોને ભોજન ઉપલબ્ધ ન
કરાવી શકીએ તો, આ લોકડાઉન સફળ ન થઈ શકે. ભારતને જ જોવો જ્યાં લોકડાઉન લગાવવા માટે આજે પણ પીએમને માફી માગવી પડે છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ ‘મન કી બાત’ માં પોતાના સંબોધનમાં કહ્યુ હતુ કે, લોકડાઉનના કારણે લોકોને જે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે, તેથી હુ માફી માગુ છુ. જોકે, પીએમ મોદીએ તેમ પણ કહ્યુ હતુ કે, કોરોના મહામારીને રોકવા માટે લોકડાઉન લગાવવું ખૂબ જ આવશ્યક હતું.
ઈમરાન ખાને ચીનના કર્યા વખાણ
બીજી તરફ ઈમરાન ખાન કોરોના સામે લડવા માટે પ્રધાનમંત્રી રાહત ફંડની જાહેરાત કરી અને દેશવાસિઓ પાસે દાનની અપીલ પણ કરી હતી. તેમે કહ્યુ હતુ કે, Covid-19 સામેની લડાઈમાં પાકિસ્તાન પાસે 2 જ મજબૂતી છે- વિશ્વાસ અને યુવા. વધુમાં ઈમરાને કહ્યુ કે, દરેક દેશ પોતાની ક્ષમતા પ્રમાણે, કોરોના વિરુદ્ધ પોતાની લડાઈ લડી રહ્યુ છે. ઓલ વેદર ફ્રેન્ડ ચીનના વખાણ કરતા તેમણે કહ્યુ હતુ કે, કોરોનાની લડાઈમાં જે દેશ સૌથી વધારે સફળ રહ્યો છે તે ચીન છે. ઈમરાને કહ્યુ કે, કોરોનાના કેન્દ્ર વુહાનમાં લોકડાઉનના કારણે વાયરસને રોકવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.