ઈમરાન સરકાર પાસે કોરોનાની સારવાર માટે રૂપિયા નથી, સંરક્ષણ માટે રજૂ કર્યું 1.29 લાખ કરોડનું બજેટ

સરકાર પાસે દર્દીઓની સારવાર માટે રૂપિયા નથી જેથી સ્વાસ્થ્યકર્મીઓ પીપીઈ કીટ વગર સારવાર કરવા મજબૂર

 

પાકિસ્તાનમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી છે અને લગભગ તમામ હોસ્પિટલની સ્થિતિ ખૂબ જ દયનીય છે. દેશની ઈમરાન ખાન સરકાર પાસે દર્દીઓની સારવાર માટે પૂરતા રૂપિયા નથી જેથી સ્વાસ્થ્યકર્મીઓ પીપીઈ કીટ વગર જ સારવાર કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે આ સંજોગોમાં સરકારે સંરક્ષણ બજેટ માટે 1.29 ટ્રિલિયન એટલે આશરે 1,28,900 કરોડ રૂપિયા ફાળવી આપ્યા છે.

પાકિસ્તાન સરકારે 2020-21ના વર્ષ માટે એક બજેટ રજૂ કર્યું છે જેમાં સંરક્ષણ માટે 1.29 ટ્રિલિયન રૂપિયા ફાળવવાનો પ્રસ્તાવ છે. ઉદ્યોગ અને ઉત્પાદન મંત્રી હમદ અજહરે નેશનલ એસેમ્બલીમાં 2020-21ના નાણાંકીય વર્ષ માટે બજેટ રજૂ કર્યું હતું. તે સમયે તેમણે તેઓ પાકિસ્તાનના સશસ્ત્ર દળોના આભારી છે તેમ પણ જણાવ્યું હતું.

કોવિડ1-9 મહામારી દરમિયાન દેશમાં ચાલી રહેલા નાણાંકીય સંકટ વચ્ચે સરકારે 7.13 ટ્રિલિયન (7,13,700 કરોડ) રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે અને કોઈ જ નવો કર નથી લગાવાયો. અહીં ધ્યાન આપવાની વાત એ છેકે વર્તમાન વર્ષ 2019-20 જે આગામી 30મી જૂનના રોજ સમાપ્ત થશે તેમાં પણ સંરક્ષણ બજેટને પાછલા નાણાંકીય વર્ષની સમાન જ રાખવામાં આવ્યું હતું.

પાકિસ્તાનની તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના નેતૃત્વવાળી સરકારે નવા નાણાંકીય વર્ષ માટે બજેટની જાહેરાત કરી છે. તે પીટીઆઈ દ્વારા પ્રસ્તાવિત બીજા નંબરનું બજેટ છે. પીટીઆઈના નેતૃત્વવાળી સરકારે જૂન 2019માં પોતાના પહેલા બજેટની જાહેરાત કરી હતી અને પાકિસ્તાનમાં વિભિન્ન વસ્તુઓ અને કરોની કિંમતનું પાલન કરવાનો નિર્ણય લીધો હતો

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.