ડાયટમાં સામેલ કરો આ ચીજો,ઈમ્યુનિટી વધવાની સાથે થશે અનેક ફાયદા

સંક્રમણથી બચવા માટે ઈમ્યુનિટી બૂસ્ટ કરનારી ચીજોનું સેવન લાભદાયી રહે છે. મહામારીના સમયમાં ખાન પાન અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર લાવવો જરૂરી છે.

કોરોનાના દર્દીને ડાયટમાં રાગી, ઓટ્સ, ચિકન, ફિશ, ઈંડા, સોયા અને નટ્સનું પ્રમાણ વધારે આપવું. ગાઈડલાઈન અનુસાર કસરત અને યોગા તથા શ્વાસની કસરતનું મહત્વ પણ વધારે ગણાવાયું છે.

હળદર વાળું દૂધ
ઈમ્યુનિટી વધારવા માટે સરકારની ગાઈડલાઈનમાં હળદર વાળા દૂધનો સમાવેશ કરાયો છે.

ડાર્ક ચોકલેટ
ઈમ્યુનિટી વધારવા માટે ડાર્ક ચોકલેટનું સેવન કરો. તેમાં 70 ટકા કોકો હોય છે જે સ્ટ્રેસ દૂર કરે છે. તેને ખાવાથી તમારો મૂડ સારો રહે છે.  કોકો બ્લડ સર્ક્યુલેશન વધારે છે

ઓટ્સ
ઓટ્સ પણ હેલ્થને ફાયદો આપે છે. તમે તેને અલગ અલગ રીતે ખાઈ શકો છે. એક રિસર્ચ અનુસાર 1.5-6 ગ્રામ ફાઈબર બ્રેકફાસ્ટમાં ખાવાથી આખો દિવસ એનર્જી મળી રહે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.