24 કલાકમાં ગુજરાતમાં સરેરાશ 4.8% અને સૌરાષ્ટ્રમાં 11.76% વરસાદ વરસ્યો.. જાણો કયાં કેટલો પડ્યો છે વરસાદ…

સતત બે દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડતા અને હજુ આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદની પડેલી ઘટ પૂરી થાય તેવા એંધાણ દેખાઈ રહ્યાં છે.

મંગળવાર સવારનાં ૬ વાગ્યા સુધીના વિતેલા ૨૪ કલાકમાં જ ગુજરાતમાં સરેરાશ ૪.૮% વરસાદ નોંધાતા કુલ ટકાવારીનો આંક ૬૪.૪૪% ટકાથી વધીને ૬૯.૨૪% એ પહોંચી ગયો છે. જેથી સૌરાષ્ટ્રમાં સિઝનનો કુલ ૮૦.૫૦% વરસાદ વરસી ગયો છે.

ઉત્તર ગુજરાત ઝોનમાં ૦.૨૦ ઈંચ એટલે કે.૦.૬૮% ,મધ્ય ગુજરાતમાં ૦.૫૭ ઈંચ એટલે કે ૧.૭૭% ,સૌરાષ્ટ્ર ઝોનમાં ૩.૩ ઈંચ એટલે કે ૧૧.૭૬% વરસાદ વરસ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.