ગત ગુરુવાર મોડી રાતે બિહારના કટિહાર જિલ્લા અને ઝારખંડના સાહિબગંજ જિલ્લાની વચ્ચે ગંગા નદીના મહનિહારી ઘાટ પર મોટી દુર્ઘટના થઈ હતી, જેમાં એક માલવાહક જહાજ બેકાબૂ થઈ ગયું હતું. જહાજ પર 14 ટ્રક ગોઠવેલા હતા. જે પથ્થરોથી ભરેલા હતા.અને તેની સાથે તમામ જહાજના કેપ્ટન દળના સભ્યો અને ટ્રક ડ્રાઈવર-ખલાસી સહિત 10 લોકો લાપતા છે. હાલમાં પણ આ લોકો ગાયબ હોવાનું કહેવાય છે .
તો વળી દુર્ઘટનાની જાણ થયા બાદ સાહિબગંજ પ્રશાસન રાહત અને બચાવના કામમાં લાગી ગયું હતું. જહાજ સાહિબગંજથી મનિહારી તરફ જઈ રહ્યું હતું. જહાજમાં સવાર કેપ્ટન અમર ચૌધરીએ જણાવ્યું હતું કે, જહાજ પર કુલ 14 ટ્રક લોડ કરેલા હતા.અને એમાં એક ટ્રાકનું ટાયર ફાટી ગયું હતું, જે બાદ જહાજ બેકાબૂ થયું હતું અને નદીની ધાર વચ્ચે પડી ગયું.
તેની સાથે જ ટ્રક પણ પડી ગયો હતો. બાકી વધેલા ટ્રકને લઈને જહાજ કિનારા પર પહોંચ્યું હતું. 9 ટ્રક જહાજ પર જ પલ્ટી ખાઈ ગયા હતા. જ્યારે 5 ટ્રક ગંગા નદીમાં પડ્યા અને ડૂબી ગયા હતા. 10 લોકો લાપતા છે.અને ડૂબેલા ટ્રકને શોધવા માટે એનડીઆરએફની ટીમને પણ બોલાવામાં આવી છે.
ટીમ પહોંચ્યા બાદ જ ડૂબેલા ટ્રકો અને લોકોને શોધવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. જણાવી દઈએ કે, 2020માં રાજમહેલથી પશ્ચિમ બંગાળના માનિકચક જઈ રહેલુ જહાજ બેકાબૂ થતા પલ્ટી ખાઈ ગયું હતું. કેટલાય ટ્રક ગંગામાં સમાઈ ગયા હતા. કેટલાય લોકોના મોત પણ થયા હતા.અને આ અગાઉ 2018માં સમદામાં પણ એક જહાજ પલ્ટી ખાઈ ગયું હતું, જેમાં કેટલાય લોકોના મોત પણ થયાં હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.