બિહારની ચોંકાવનારી ઘટના,જે પત્નીની હત્યાના આરોપમાં પતિ કાપી રહ્યો હતો જેલની સજા, તે પ્રેમી સાથે મળી..

બિહારના મોતિહારીમાં જે મહિલાની હત્યાના કેસમાં તેનો પતિ જેલમાં સજા ભોગવી રહ્યો હતો તે જીવતી પ્રેમી સાથે મળી. જ્યારે તેની હકીકત સામે આવી તો લોકો હેરાન રહી ગયા. મહિલાનું મોત થયું નહોતું, પરંતુ પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી જેને પોલીસ અને તેના પિયરના લોકોએ મૃત માની લીધી હતી.અને પોલીસે હવે એ મહિલાની ધરપકડ કરી લીધી છે. આ કોઈ ફિલ્મી કહાની નહીં, પરંતુ એક હકીકત છે જેનો સામનો એ વ્યક્તિએ બિહારના મોતિહારીમાં કરવો પડ્યો છે.

ઘટના કેસરિયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લક્ષ્મીપુર ગામની છે જ્યાં શાંતિ દેવી નામની મહિલાના લગ્ન 14 જૂન, 2014ના રોજ કેસરિયા વોર્ડ નંબર 4માં રહેતા દિનેશ રામ સાથે થયા. લગ્નના ઘણા વર્ષ બાદ ગત 19 એપ્રિલના રોજ મહિલા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને પંજાબના જાલંધરમાં તેની સાથે રહેવા લાગી. અને મહિલા ગુમ થયા બાદ તેના પિતા યોગેન્દ્ર રામે તેના પતિ પર કરિયાવર માટે ત્રાસ આપવા અને હત્યા કરીને શવને ગાયબ કરવાની લેખિત ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી દીધી.

શાંતિના પિતા યોગેન્દ્ર યાદવે પોલીસને જણાવ્યું હતું કે, મારી દીકરીના લગ્ન વર્ષ 2014મા દિનેશ રામ સાથે થયા હતા. 19 એપ્રિલના રોજ મને જાણકારી મળી કે તે ગુમ થઈ ગઈ છે. હું તેની સાસરીમાં ગયો અને ચેક કર્યું, પરંતુ તે ન મળી. મારી દીકરીને કરિયાવર માટે ત્રાસ આપવામાં આવ્યો. તેના સાસરીવાળાએ બાઇક અને 50 હજાર રૂપિયા રોકડની માંગણી કરી અને ત્યારબાદ તેમણે દિનેશ રામ વિરુદ્ધ કરિયાવર માટે હત્યા કરવાની ફરિયાદ નોંધાવી અને પોલીસે દિનેશની ધરપકડ કરી.

કેસરિયા પોલીસ સ્ટેશનની પોલીસે પણ કેસની તપાસ કર્યા વિના જ મહિલાના પતિને હત્યાના આરોપમાં ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો. જોકે પોલીસ સ્ટેશનના અધ્યક્ષ શૈલેન્દ્ર સિંહને આ કેસમાં શંકા થઈ અને તેમણે ટેકનિકલ સેલ પાસે આ કેસમાં મદદ લેવાનો નિર્ણય લીધો. ત્યારબાદ મહિલાના ફોનને ટ્રેસ કરવાથી જાણકારી મળી કે, જે મહિલાને બધા મૃત માની ચૂક્યા હતા એ જીવિત જ છે અને પંજાબના જાલંધરમાં પોતાના પ્રેમી સાથે રહે છે. ત્યારબાદ પોલીસ સ્ટેશનના અધ્યક્ષે મોતિહારીના SPને જાણકારી આપી.અને SPના આદેશ પર એક ટીમની રચના કરીને તેને જાલંધર મોકલવામાં આવી જ્યાંથી મહિલાને લાવવામાં આવી અને આ સનસનીખેજ કેસ પરથી સંપૂર્ણ પડદો ઉઠી ગયો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.