નાના અમસ્થા ઝધડામાં તો પાડોશીને રહેસી નાખ્યો..લાગે છે કે સુરતમાં ક્રાઈમ છાપરે ચઢીને પોકારી રહ્યું છે..

સુરતમાં ક્રાઇમ છાપરે ચઢીને પોકાર્યું છે. રોજ હત્યા મારામારી અને લૂંટફાટના ગુના બની રહ્યા છે. સુરતનો ક્રાઇમ રેટ વધી રહ્યો છે. આવામાં સુરતમાં સચિન મોડી રાતે હત્યાનો બનાવ બન્યો છે. પોતાના ભાઇને બચાવવા જતા ભાઈ ને પણ ચાકુના ઘા મારવામાં આવ્યા છે.

સચિનના સાઈનાથ સોસાયટી ના રૂમ નંબર ૬૬માં આ ઘટના બની હતી. પડોશીઓને બચાવવા ગયેલા પરિવાર પણ જાનલેવા હુમલો થયો હતો. સાઈનાથ સોસાયટી ના મૂળ યુપીનો શબનમ પરિવાર રહે છે. તેનો ભાઈ દિલબર શૌકત અલી પણ તે જ સોસાયટીમાં રહે છે. તે રોજગારીની શોધમાં યુપી થી સુરત આવ્યો હતો. અહીં બોબી ભરવાનું કામ કરી રહ્યો હતો. શુક્રવારના રોજ શબનમનો તેના પડોશી સાથે ઝઘડો થયો હતો. તે ઝઘડો બતાવવા દિલબર શૌકત બેન ના ઘરે ગયો હતો.

https://www.youtube.com/watch?v=xwyZX8B4c2E

દિલબર મધ્યસ્થી કરી રહ્યો હતો ત્યારે પડોશી અચાનક તેના પર તૂટી પડ્યો હતો. પડોશીએ દિલબર ને ચપ્પુ ના ઘા માર્યા હતા. પાડોશીએ ઉપરાઉપરી એટલાં ધા માર્યો કે દિલબર નું મોત થયું હતું એટલું જ નહીં ગુસ્સે થયેલા પાડોશી તેના પિતરાઈ ભાઈ મૈસુર ને પણ ચપ્પુના ધા માર્યા હતા. બહેનની નજર સામે જ છેલ્લા શ્વાસ લેતા જોઈ હેબતાઈ ગઈ હતી.

પાડોશી મહિલા અને તેના પતિની કુર્તા એ ભાઈનો જીવ લેતા પોલીસ દોડી આવી હતી. જોકે સમગ્ર ઘટના બાદ પાડોશી ત્યાંથી ભાગી ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.