અમદાવાદમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો, પતિ અને પુત્ર લગ્નમાં ગયા હતા

રાજ્યમાં પોલીસ વિભાગ એક એવો વિભાગ છે કે જે સતત 24 કલાક કામ કરે છે. કોઈ VIPનો બંદોબસ્ત હોય કે કોઈ તહેવારની તૈયારીઓ હોય પોલીસને ખડેપગે રહીને ફરજ નિભાવવી પડે છે. તો ક્યારેક કોઈ પોલીસકર્મીએ કામના ભારણને લઇને આપઘાત કર્યો હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલનો મૃતદેહ તેમના ઘરમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસકર્મીના આપઘાતને લઇને અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. તો પોલીસ દ્વારા મહિલા પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આપઘાતનું કારણ જાણવાના પ્રયાસ શરૂ કર્યા છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના મણીનગર પોલીસ સ્ટેશનમાં મનીષા ચૌહાણ નામની મહિલા ફરજ બજાવી રહી હતી. તે પતિ અને દીકરાની સાથે કર્મભૂમિ રો-હાઉસના એક મકાનમાં રહેતી હતી અને મહિલા પોલીસકર્મી મનીષા ચૌહાણના પતિ અને દીકરો લગ્ન પ્રસંગમાં ગયા હતા. તે દરમિયાન મનીષા ચૌહાણ ઘરમાંથી બહાર નીકળ્યા નહોતા. તો પતિ અને દીકરો લગ્નમાં ગયા બાદ મહિલા પોલીસકર્મીના ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. ઘરમાં કંઇક અજુગતું થયું હોવાની શંકાને લઇને પાડોશીઓએ સમગ્ર ઘટનાની જાણ મણીનગર પોલીસ સ્ટેશનમાં કરી હતી. તેથી પોલીસકર્મીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસકર્મીઓએ મનીષા ચૌહાણના ઘરના દરવાજો તોડીને ઘરની અંદર પ્રવેશ કરતા મહિલા પોલીસકર્મીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

આ મૃતદેહ કોહવાતો હોવાથી ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી. પોલીસ દ્વારા મનીષા ચૌહાણના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ઘટના સ્થળની તપાસ કરીને સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. મનીષા ચૌહાણે ક્યા કારણોસર આપઘાત કર્યો તે માહિતી મેળવવા માટે પોલીસ તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે જૂલાઈ 2021માં અરવલ્લીમાં એક મહિલા લોક રક્ષકે આપઘાત કર્યો હતો. LRD મહિલાકર્મીનું નામ મંગુ નીનામા હોવાનું સામે આવ્યુ હતું. તેઓ ભિલોડા પોલીસ લાઈન ક્વાર્ટરમાં રહેતા હતા અને તેમના પતિ SRPમાં ફરજ બજાવતા હત. તો આ ઘટના પહેલા 15 જુલાઈ 2021ના રોજ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઉમેશ ભાટીએ આપઘાત કર્યો હતો. તેમને પોલીસ સ્ટેશનમાં જ આપઘાત કરતા પોલીસકર્મીઓ દોડતા થઇ ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.