અમદાવાદમાં એક કિન્નરની કાળી કરતૂત આવી બહાર.. જાણી ચોંકી જશો..

અમદાવાદનાં ગોમતીપુરા વિસ્તારમાં કિન્નરની કાળી કરતૂત બહાર આવી છે. કિન્નરે નજર ચૂકવી રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી છે. પોલીસ દ્નારા કિન્નરની અટકાયત કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ધરમાંથી સોના ચાંદી અને રોકડ રકમ ચોરીને કિન્નર ફરાર થઈ ગયો છે.

એક કિન્નર કે જે નવજાત શિશુને આશીવાઁદ આપવાનાં બહાને ફરિયાદીનાં ધરે ગયો હતો. બાદમાં મસમોટી રકમની બક્ષીની માંગણી કરી. જયારે મરજી મુજબનાં રૂપિયા નહી મળતાં પાણી પીવું છે તેમ કહીને ફરિયાદીને પાણી લેવા મોકલ્યાં. કિન્નર ધરમાં તિજોરી માં પડેલાં સોના અને રોકડ રકમનો હાથફેરો કરી લીધો.

https://www.youtube.com/watch?v=biznLH81-nA

ગોમતીપુરા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલાં કિન્નરનો કિસ્સો લાલબત્તી સમાન છે. કોઈ પણ પ્રસંગમાં આવતાં કે આશીવાઁદમાં આવતાં કિન્નર એક સરખા નથી હોતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.