માતા-પિતાએ 15 વર્ષની ઉંમરે જ લગ્ન કરાવી દીધા અને ગર્ભવતી પણ બની ગઈ
અમદાવાદમાં અભયમ મહિલા હેલ્પલાઈન સમક્ષ સમાજમાં બનતા વિચિત્ર કિસ્સાઓ આવતા હોય છે. તેવો એક કિસ્સો અમદાવાદનો આવ્યો છે. અમદાવાદમાં રહેતી 15 વર્ષની સગીરા લગ્ન બાદ 6 મહિનામાં જ ગર્ભવતી બની. ત્યાર બાદ લગ્નના એક વર્ષના સમયગાળામાં પતિ-પત્ની વચ્ચે ઝગડા શરૂ થયા.અને આ સમયે સગીરા પોતાના પિયરમાં આવી ગઈ હતી. સગીરાને તેનો પતિ પરત લઈ જતો નહોતો. તેના પિયરમાં કોઈપણ વ્યક્તિ તેને પ્રેમસંબંધની લાલચ આપીને પીંખતો હતો અને ઘરે પરત મૂકી જતો હતો. આ બાબતની માતા-પિતાને જાણ થતાં સગીરાને ઠપકો આપ્યો હતો, જેથી સગીરા પોતાના બાળકને પિયરમાં મૂકીને નાસી ગઈ હતી.અને માતા-પિતાએ તેને શોધવા માટે હેલ્પલાઈનની મદદ લીધી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદમાં રહેતી 15 વર્ષની સગીરાના ડ્રાઈવર તરીકે નોકરી કરતાં યુવક સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ છ મહિનામાં યુવતી ગર્ભવતી બની હતી અને એક દીકરાને જન્મ આપ્યો હતો. આઠેક મહિના પહેલાં બંને પતિ-પત્ની વચ્ચે ઝગડો થયો હતો. એને કારણે સગીરાનો પતિ તેને પિયરમાં મૂકીને જતો રહ્યો હતો. આ દરમિયાન સગીરા પિયરમાં રહેતી હતી. તેણે પિયરમાં જ આસપાસની અન્ય વ્યક્તિઓ સાથે સંબંધો બાંધવાના શરૂ કર્યા હતા. માતા-પિતાને આ બાબતની જાણ થતાં તેને ઠપકો આપીને માર માર્યો હતો. જેથી સગીરા તેના દીકરાને મૂકીને નાસી ગઈ હતી. દીકરીને શોધવા માટે માતા-પિતાએ હેલ્પલાઈનની મદદ લીધી હતી.
મહિલા હેલ્પલાઇનની ટીમે સગીરાને શોધી કાઢી હતી અને તેને સમજાવી ઘરે પરત મોકલવા કહ્યું હતું, પરંતુ પોતે ઘરે જવા તૈયાર ન હોવાથી તેને સિવિલ હોસ્પિટલમાં સખી વન સ્ટોપ સેન્ટરમાં લાવવામાં આવી હતી. જ્યાં સખી વન સ્ટોપ સેન્ટરનાં મહિલા કર્મચારીઓએ કાઉન્સેલિંગ દ્વારા સગીરાને સમજાવામાં આવી હતી. સગીરાનાં માતા-પિતાને પણ બોલાવવામાં આવ્યાં હતાં અને આ બાબતે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે સગીરા અવારનવાર ઘરેથી કોઈની સાથે જતી રહેતી હતી અને બે કલાકે પરત આવતી હતી, પરંતુ ક્યાં ગઈ હતી એ કહેતી ન હતી. સગીરા હાલમાં સખી વન સ્ટોપ સેન્ટરમાં તેના બાળક સાથે રહે છે. પોતે જ 17 વર્ષીય હોય છતાં પણ નાનપણમાં જ તેના લગ્ન કરાવી દેતાં હવે તેને ચાઇલ્ડલાઇનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.