અમદાવાદમા ભાઈને ઘરે ભોજન કરી પાછી જતી બહેન પર ટ્રક ફરી ગયો, માથું છૂંદાઈ જતા કરુણ મોત નીપજ્યું…

રાજ્યમાં અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે અને વાહન ચાલકની થોડી પણ બેદરકારી લોકોના જીવને જોખમમાં મૂકી શકે છે એટલા માટે વાહન ચલાવતાં સમયે હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઇએ અને પોતાની સાથે-સાથે રસ્તા પર જતા અન્ય લોકોની સુરક્ષાને લઇને પણ સાવચેત રહેવું જોઈએ. ત્યારે અમદાવાદમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે અને મોપેડ પર જઈ રહેલા એક દંપતિને ટ્રકે અડફેટે લીધા હતા. આ ઘટનામાં ટ્રકના ટાયર નીચે મહિલાનું માથું છુંડાયું હોવાના કારણે મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જોકે આ અકસ્માતની ઘટના રસ્તા પર લાગેલા CCTV કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે.

અનુસાર અમદાવાદમાં તેના પરિવારની સાથે રહેતી સુશીલા નામની 31 વર્ષની મહિલાને તેના ભાઈના ઘરે જમીને વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા તેના મકાન પર જઈ રહી હતી. જ્યારે આ પતિ-પત્ની હાટકેશ્વર સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે એક ટ્રક દ્વારા સુશીલા અને તેના પતિના મોપેડને અડફેટમાં ચઢાવવામાં આવ્યું હતું અને આ ઘટનામાં મહિલા મોપેડ પરથી નીચે પડી ગઈ હોવાના કારણે તેના માથા પરથી આ ટ્રકનું ટાયર ફરી વળ્યો હતો. તેથી મહિલાનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું.

આ ઘટનાની જાણ લોકોએ પોલીસને કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે ઘટના સ્થળ પર પ્રાથમિક તપાસ કરીને સુશીલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ એવી પણ માહિતી મળી રહી છે કે, ટ્રક ચાલકે બેફામ ટ્રક હંકારીને મોપેડને અડફેટે લીધી હતી અને આ ઘટનામાં મહિલાનું મોત થયું હતું પરંતુ ત્યારબાદ વધુ એક કારને આ ટ્રક ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી હતી. અને તેથી એક જ ટ્રક દ્વારા બે અકસ્માત કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે. જો કે, આ ઘટનામાં માત્ર 304ની હળવી કલમ અનુસાર પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.