અમદાવાદ શહેરમાં ફરી એક વખત ‘પતિ પત્ની ઔર વહ’નો કિસ્સો સામે આવ્યો છે. શાહઆલમમાં રહેતી પરિણીતાએ તેના પતિને અન્ય સ્ત્રી સાથે લો ગાર્ડન પાસે કારમાં જોઈ હતી. જેથી અજાણી સ્ત્રી વિશે પૂછતાં પતિએ પત્નીને જાહેરમાં લાફો મારતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
શાહઆલમમાં રહેતી 35 વર્ષીય પરિણીતાએ પતિ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પરિણીતાનાં લગ્ન આજથી પાંચ વર્ષ પહેલાં સાહિલ શેખ સાથે સમાજના રીત રિવાજ મુજબ થયાં છે. જોકે હાલમાં બંને વચ્ચે મનમેળ ન હોવાથી પરિણીતા પિયરમાં રહે છે.
બે દિવસ પહેલાં રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ પરિણીતા અને તેની ભાણી નવરંગપુરા એચ એલ કોલેજ ખાતે કોફી પીવા માટે ગયાં હતાં અને ત્યારે અચાનક તેની નજર પતિ સાહિલની કાર પર પડી હતી. જે કાર પંજાબ નેશનલ બેન્કની બાજુમાં રોડ સાઈડ પાર્ક કરેલી હતી. પરિણીતા અને તેની ભાણી તેમનાં સ્કૂટરને સાઈડ પર કરીને પતિની કારમાં કોણ છે તે જોવા માટે ગયાં હતાં.
આ દરમિયાન પતિ તેની પત્નીને જોઈ જતાં કારમાંથી નીચે ઊતરીને કહ્યું કે ‘તું ઘરે જા પછી વાત કરીશું’ તેમ છતાં પરિણીતા કારમાં જોવા જતાં અંદર એક સ્ત્રી બેઠી હતી અને જેથી પરિણીતાએ પતિને પૂછ્યું કે આ સ્ત્રી કોણ છે? આમ કહેતાં પતિ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો.
પરિણીતાને જાહેરમાં ગાળો બોલીને લાફો મારીને ઝપાઝપી કરી હતી. જોકે ઝઘડો વધે નહીં તે માટે પરિણીતાએ 100 નંબર પર ફોન કરતી હતી. ત્યારે તેના પતિએ ફોન ઝૂંટવીને કારમાં પરિણીતાને બેસાડીને વસ્ત્રાપુર લઇ ગયો હતો અને મોડી રાતે પરિણીતાને તેના ઘરે મૂકી ગયો હતો. ત્યારબાદ બીજા દિવસે પરિણીતાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.