અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા હીરાવાડી રોડ પર રહેતા બે નિવૃત્ત આર્મીમેન વિદેશી દારૂ વેચતા ઝડપાયા છે અને બાપુનગર પોલીસે બાતમીના આધારે નિવૃત્ત આર્મીમેનના ઘરમાં દરોડો પાડી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. નિવૃત્ત આર્મીમેનની સાથે જ તેમનો અન્ય સાગરિત જે પણ આર્મીમાંથી નિવૃત્ત થયેલો છે તે દારૂની બોટલો લઈ જઈ અને ગ્રાહકોને વેચતો હતો. બંનેને આર્મી લીકર પરમીટમાંથી 6 અને 4 એમ કુલ 10 બોટલો જ પરમીટમાં મળતી હતી. ઉપરાંત તેઓ સરદારનગર વિસ્તારમાં રાજેશ નામના વ્યક્તિ પાસેથી અન્ય દારૂની બોટલો લાવી અને વેચતા હોવાની હોવાનું બાપુનગર પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે બંને નિવૃત્ત આર્મીમેનની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
10 જ બોટલની પરમીટ હતી પણ ઘરમાંથી 113 બોટલ મળી
બાપુનગર પોલીસને બાતમી મળી હતી કે, હીરાવાડી રોડ પર આવેલા શિલ્પ રેસિડન્સીમાં રહેતા અને નિવૃત્ત આર્મીમેન અચલારામ ચૌધરીના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો પાડ્યો છે. જેથી બાપુનગર પોલીસ તાત્કાલિક શિલ્પ રેસીડેન્સીમાં દરોડો પાડ્યો હતો જ્યાં અચલારામના ઘરમાં રૂમમાં લાકડાની ટીપોઇમાં ચાર ખાના બનાવેલા હતા. જેમાં તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઘરમાં અચલારામ અને તેના સાગરીત પ્રહલાદ પરમાર મળી આવ્યો હતો. બંને આર્મીમાંથી નિવૃત્ત થયેલા છે તેઓ પાસેથી આર્મી લિકર પરમિટ મળી આવી હતી જેમાં જોતાં જલારામને 6 તેમજ પ્રહલાદ પરમારને 4 એમ કુલ 10 જ દારૂની બોટલની પરમીટ હતી પરંતુ તેઓ ઘરમાંથી 113 દારૂની બોટલો અને ચાર બીયરના ટીન મળી આવ્યા હતા.
દારૂનો જથ્થો ઘરે આવી છૂટકમાં વેચતા
બંનેની વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, અચલારામ દારૂનો જથ્થો સરદારનગરમાં રાજેશ નામના વ્યક્તિ પાસેથી લાવતો હતો અને વેચાણ કરતો હતો જ્યારે પ્રહલાદ પણ રાજેશ પાસેથી જ દારૂનો જથ્થો લાવી અને અચલારામ ના ઘરે મુકતો હતો અને બાદમાં છૂટકમાં ગ્રાહકને દારુ વેચતા હતા. બંને નિવૃત્ત આર્મીમેન પરમીટનો અને બહારથી લાવીને ભેગા મળી અને દારૂનું વેચાણ કરતાં હતાં જેને લઇ પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.