બંને પક્ષ નું ઘર વચ્ચેનું આઠ કિલોમીટરનું અંતર બળદગાડામાં બેસી ને કાપ્યું
ડોબરિયા પરિવાર પુત્રની જાનમાં 9 બળદગાડા લઇ ને આવ્યા
લગ્નપ્રસંગે આજકાલ વરરાજા મોંઘીદાટ કાર, વિકટોરિયા ગાડી, વિન્ટેજ કારમાં સવાર થઈ ને પરણવા જવાનું પસંદ કરતા હોય છે. કેટલાક વરરાજા તો હેલિકોપ્ટરમાં સવાર થઈને પણ પરણવા પહોંચતા હોય છે. પરંતુ, અમરેલીનો એક વરરાજો છે કે, જેની જાન બળદગાડામાં સવાર થઈને પરણવા પહોંચી. ખુદ વરરાજો પણ બળદગાડામાં જ સવાર થયો હતો. મોટી ઉમરના લોકોને તો આ જાન નિહાળી પોતાના સમયમાં નીકળતી જાનની યાદ તાજી થઈ હતી.
આજ ની નવી પેઢીને જૂની પરંપરાઓથી અવગત કરાવવાનો પ્રયાસ
ટ્રેકટર આવી જતા ગામડાઓમાં આજકાલ મોટાભાગના ખેડૂતોએ બળદગાડા રાખવાનું બંધ કરી દીધું છે. એવામાં મૂળ સાવરકુંડલાના દિતલા ગામના અને હાલ સુરતમાં રહેતા ડોબરિયા પરિવારે પોતાના પુત્રની જાન બળદગાડામાં લઈ જવાનો નિર્ણય કર્યો હતો. ડોબરિયા પરિવારના સભ્યોએ ત્રણ મહિના પહેલાથી જ ગાડાને શણગારવાની તૈયારીઓ શરૂ કરી હતી. ભૂતકાળમાં બળદગાડામાં જાન નીકળતી ત્યારે જે રીતે ગાડા અને બળદને શણગારવામા આવતા તેવીજ રીતે ડોબરિયા પરિવારે ગાડા અને બળદને શણગાર્યા હતા.
દાદાએ કરેલી વાતમાં વરરાજાને રસ પડતા ગાડાં માં જાન લઇ ને પરણવા જવાનો નિર્ણય કર્યો
હેનિલ ડોબરિયા કે જેને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ પોતાના પિતા સાથે વ્યવસાયમાં જોડાયેલો છે. હેનિલે તેના દાદા પાસે સાંભળેલું કે પહેલાના સમયમાં બધા લોકો બળદગાડા અને ઘોડા પર સવાર થઈને પરણવા જતા. હેનિલે પણ પોતાના પરિવારજનો પાસે પોતાની જાન ગાડામાં લઈ જવાની ઈચ્છા વ્યકત કરી તો તેના પરિવારજનોએ પુત્રની ઈચ્છા હર્ષભેર વધાવી લીધી અને ગાડાને શક્ય એટલો જૂનવાણી ટચ આપવાનો પ્રયાસ કર્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.