સુરતના છાપરાભાઠા ખાતે રહેતી પરિણીતાની સ્થાનિક વિસ્તારમાં રહેતા માથાભારે ભરવાડે છેડતી કરી હતી. પરિણીતાને છાતીના ભાગે અડી છેડતી કરી હતી જેથી પરિણીતાએ આ અંગે વિરોધ કરી બોલવા જતા ભરવાડે તેને લાકડાના ફટકાથી નિર્દયી રીતે ફટકારી હતી અને જેને કારણે પરિણીતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે પરિણીતા દ્વારા ફરિયાદ કરાતા અમરોલી પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી લઈને વધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, છાપરાભાઠા રોડ પર રહેતી પરિણીતા ગત 6 તારીખે બપોરે ઘરે હતી ત્યારે તેનો ચાર વર્ષનો પુત્ર બહાર રમતો હતો. અને બપોરે બે વાગ્યે પરિણીતા તેના પુત્રને બહાર લેવા ગઈ ત્યારે માથાભારે વિપુલ રબારી (રહે. મેલાભાઈ ભરવાડનો તબેલો છાપરાભાઠા, અમરોલી ) ત્યાંથી પસાર થયો હતો.અને ત્યારે પરિણીતાને છાતીના ભાગે અડી છેડતી કરી હતી.
પરિણીતાએ ગુસ્સામાં ‘તું કેમ મને અડે છે’ તેમ કહ્યું હતું. પરિણીતાના વાતથી ઉશ્કેરાઈ ગયેલા વિપુલે તેને ગાળો આપી હતી. અને નજીકમાંથી લાકડાનો ફટકો લાવી પરિણીતાને માર માર્યો હતો. પરિણીતાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી. અમરોલી પોલીસે આ અંગે છેડતીનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.