પ્રેમ પ્રકરણમાં પ્રેમી દ્વારા પ્રેમિકાના દગો આપવામાં આવ્યો હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના ભુજમાં સામે આવી છે. ભુજમાં એક સગીરા બસ સ્ટેન્ડ પર બેસેલી હતી. આ સગીરા નિરાશ હોવાનું એક વ્યક્તિને દેખાઈ આવતા તેને તાત્કાલિક આ બાબતે મહિલા અભયમ હેલ્પલાઈનને માહિતી આપી હતી. આ યુવકે ફોન કરીને અભયમની ટીમને જણાવ્યું હતું કે, મેડમ બસ સ્ટેશન પર આવો અહિયાં એક છોકરી સૂનમૂન બેસેલી છે અને તે ગભરાયેલી અથવા તો કોઈ તકલીફમાં હોય તેવું લાગે છે.
યુવકની આ વાત સાંભળીને મહિલા અભયમની ટીમના કાઉન્સીલર નિરુપા બારડ અને ASI રેણુકા અંજાર બસ સ્ટેશન પહોંચ્યા હતા. નિરુપા બારડ અને ASI રેણુકાએ બસ સ્ટેશન પર બેસેલી આ સગીરાની પૂછપરછ કરી. તે સમયે આ સગીરા રડવા લાગી હતી. તેને રડતા રડતા અભયમની ટીમને કહ્યું હતું કે, તે ગુજરાત બહારથી આવી છે અને અહિયાં તે ભાઈ અને ભાભીની સાથે રહે છે. તે જે જગ્યા પર કામ કરે છે તેની બાજુમાં ચાલતી સાઈટ પર કામ કરતા એક યુવક સાથે તેને પ્રેમ સંબંધ થઇ ગયો છે. આ વાતની જાણ તેના ભાઈ અને ભાભીને થતા તેમને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.
આ સગીરાએ એવું પણ જણાવ્યું હતું કે, તે ભાઈ અને ભાભીની સાથે ત્રણ વર્ષથી અહિયાં રહે છે અને મજૂરી કામ કરે છે. તેને 6 મહિના પહેલા જ યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ભાઈ અને ભાભી પ્રેમી સાથે વાતચીત ન કરવા માટે અને તેને ફોન ન કરવા માટે હેરાન કરતા હતા. તેથી ત્રાસથી કંટાળીને મેં ભાભી અને ભાભીથી દૂર પ્રેમી સાથે ભાગી જવાનું નક્કી કર્યું હતું. મેં પ્રેમી સાથે આ બાબતે વાત કરીને તેને નક્કી કરેલા સમય અનુસાર હું બસ સ્ટેશન પર આવી છું પણ છેલ્લા ત્રણ કલાકથી પ્રેમીની રાહ જોવ છું પણ તે આવ્યો નથી. હવે રાત્રે 9 વાગ્યે તેને પોતાનો મોબાઈલ બંધ કરી દીધો છે.
તો બીજી તરફ સગીરા તેના ભાઈ અને ભાભીને કહ્યા વગર બસ સ્ટેશન પર પહોંચી હોવાથી તેઓ પણ આ સગીરાની શોધખોળ કરતા હતા. ત્યારબાદ મહિલા અભયમની ટીમ આ સગીરાને તેના ભાઈ અને ભાભીની પાસે લઇ ગઈ હતી. ત્યારબાદ અભયમની ટીમ દ્વારા સગીરાને અન્ય પુરુષ સાથે સંબંધ ન રાખવા અને ભવિષ્યમાં કોઈ પણ લાલચમાં કે લાગણીમાં ન આવવાની સમજણ આપી હતી. તો બીજી તરફ સગીરાને હેમખેમ ઘરે પરત પહોંચાડવા બદલ સગીરાના ભાઈ અને ભાભીએ અભયમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.