કોરોના વાયરસની બીજી લહેરમાં દિલ્હીની હાલત ખરાબ હતી. હવે કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા સેવાઈ રહી છે. આ દરમ્યાન દિલ્હીમાં ફરીથી સીરો સર્વેનો પ્રારંભ થયો છે. સીરો સર્વેનાં આ તબકકામાં દિલ્હી નગર નિગમનાં દરેક વોર્ડનાં સેમ્પલ લેવામાં આવશે.
મળતી માહિતી અનુસાર, છઠ્ઠા સીરો સર્વે દરમિયાન દિલ્હીનાં તમામ ૨૭૨ વોર્ડનાં આશરે ૨૮ હજાર સેમ્પલ લેવાશે.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=6s
મહત્વનું છે કે, એપ્રિલ માસમાં છઠ્ઠો સીરો સર્વે શરુ થયો હતો. પરંતુ કોરોનાના કેસોમાં તેજી થઈ હતી. આ અગાઉ પાંચમો સીરો સર્વે જાન્યુઆરી ૨૦૨૧માં થયો હતો. પાંચમાં સીરો સર્વે દરમિયાન આશરે ૫૬% વસ્તીમાં એન્ટિબોડી મળ્યાં હતાં.
કોરોનાથી દેશમાં રીકવરી રેટમાં પણ સારો એવો સુધારો થઈ 97.78 ટકા થયો છે. દેશમાં હાલ ત્રણ લાખ, 1,442 કોરોનાનાં એક્ટિવ કેસ છે. તો દેશમાં અત્યાર સુધી 84.89 લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ કેરળમાં સામે આવી રહ્યા છે. કેરળમાં ગત 24 કલાકમાં 17,983 કોરોનાનાં નવા કેસ નોંધાયા હતા. જ્યારે 24 કલાકમાં 127 લોકોનાં મોત થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.