અરવલ્લી જિલ્લામાં સોળે કળાએ ખીલ્યો કેસુડો….. ગિરિમાળાઓ કેસરિયો રંગે રંગાઈ

પૌરાણિક સમયમાં કેસૂડાના ફૂલો થી જ હોળી – ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવતી હતી જો કે હવે આ પરંપરા લૂપ્ત થઈ રહી છે પરંતુ કેટલાક વિસ્તારોમાં તેમજ મંદિરોમાં ઉજવાતા ફૂલડોળ ઉત્સવોમાં આ  પરંપરા જોવા મળી રહી છે.

News Detail

અરવલ્લી ની ગિરિમાળાઓ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોના સીમાડાઓ,રસ્તાઓની આસપાસ અને ખેતરોના શેઢા ઉપર આવેલા કેસુડાના ઝાડ પર કેસરિયા ફૂલો આવવાની શરૂઆત થતાની સાથેજ જાણે અરવલ્લી ની ગિરિમાળાઓ અને કેટલાક રસ્તાઓ એ કેસરિયો રંગ ધારણ કર્યો હોય તેવો અદભુત નજારો જોવા મળી રહ્યો છે

“કેસુડા ને કોઈ સુગંધ નથી પણ તેની નજાકતતા પોપટના ચાંચ જેવો આકાર અને માંસના લોચા જેવો લાલચટ્ટક રંગ,કામણગારો અને નજાકતતા ના પર્યાય સમા કેસુડાના ફૂલનું સૌંદર્યની દ્રષ્ટિએ,અને આરોગ્યની દ્રષ્ટિએ તેનું ખુબ મહત્વ છે.હોળી ટાણે ખીલતા વસંતના પુષ્પો આદિવાસીઓ માટે લોકપ્રિય ગણાય છે હોળી પર્વ લોકો કેસુડાના ફૂલોને ઉકાળી તેનો રંગ બનાવી હોળી-ધુળેટીનો ઉત્સવ મનાવે છે

અરવલ્લી જિલ્લાના શામળાજી, ભિલોડા, મોડાસાના દધાલિયા તેમજ મેઘરજના જંગલોમાં કેસૂડાના ફૂલો જાવા મળતા હોય છે, પરંપરાગત હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે હાલ જંગલ વિસ્તારોમાં કેસૂડાના ફૂલો જોવા મળી રહ્યો છે.

પૌરાણિક સમયમાં કેસૂડાના ફૂલો થી જ હોળી – ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવતી હતી જો કે હવે આ પરંપરા લૂપ્ત થઈ રહી છે પરંતુ કેટલાક વિસ્તારોમાં તેમજ મંદિરોમાં ઉજવાતા ફૂલડોળ ઉત્સવોમાં આ  પરંપરા જોવા મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.