મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે પતંગના દોરાના કારણે અકસ્માતોની ઘટનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે અને ત્યારે આવી જ એક અકસ્માતની ઘટના બારડોલીમાં સામે આવી છે કે, જ્યાં બે દિવસના સમયમાં પતંગના દોરાના કારણે બે અકસ્માતોની ઘટના સામે આવી છે.
આ ઘટનામાં એક યુવકનું ગળું કપાય જતા તેને 24 ટકા આવ્યા હતા અને બીજી ઘટનામાં આધેડના પગમાં દોરો આવી જતા તેમને પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી. રિપોર્ટ અનુસાર શુક્રવારના રોજ બપોરના સમયે બારડોલીની નગીનભાઈની ચાલમાં પ્રવિણ પટેલ નામનો વ્યક્તિ રહેતો હતો. આ વ્યક્તિ બારડોલી સુગરમાં નોકરી કરતા હતા.અને તેઓ બપોરના સમયે પોતાની મોટરસાયકલ લઈને બારડોલીના ગાંધીરોડ પરથી પસાર થતા હતા. ત્યારે એક પતંગનો દોરો વચ્ચે આવી ગયો હતો.અને કેનેરા બેંક નજીક પતંગના દોરાના કારણે પ્રવિણ પટેલના મોઢાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અને પતંગના દોરાના કારણે પ્રવિણ પટેલ બાઇક પરથી પટકાયા હતા અને તેના કારણે અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનામાં પ્રવિણ પટેલના પગમાં ગંભીર ઈજા થતાં તેમના પગનું હાડકું ભાંગી ગયું હતું.અને જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની સારવાર હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી હતી કે, ડૉક્ટર દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પ્રવિણ પટેલને ઓપરેશન કરવાની નોબત આવી છે. અને આ ઘટનામાં દર્દીના પગનું હાડકું બહાર આવી ગયું હતું.
બીજા અકસ્માતની ઘટના કૈલાશ ભોઈ નામના વ્યક્તિ સાથે બનવા પામી હતી. જ્યાં કૈલાશ નામનો વ્યક્તિ બાબેન ગામમાંથી પોતાની બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો. તે સમયે એકાએક જ પતંગનો દોરો આવ્યો હતો અને આ ઘટનામાં કૈલાસ નામના વ્યક્તિના ગળાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. પતંગનો દોરો કૈલાસના ગળામાં બેસી ગયો હોવાના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ગળાના અંદરના ભાગે 15 અને બહારના ભાગે 9 ટાંકા લેવામાં આવ્યા હતા. અને પતંગના દોરાના કારણે બારડોલીમાં બે અકસ્માતોની ઘટના સામે આવતા લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.