રાજસ્થાનના બાડમેરમાં 30 વર્ષીય મૌલાનાએ પોતાનાથી 11 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કરી લીધા છે. આથી, તેઓ બંને જણાએ પોતાના જીવને જોખમ હોવાનું જણાવી SP સમક્ષ સુરક્ષાની માંગ કરી છે.અને બંને જણાએ એસપીને કહ્યું કે, તેઓએ પરસ્પર સંમતિથી લગ્ન કર્યા છે. પરંતુ બંનેના પરિવારજનો તેની વિરુદ્ધ છે.
રાજસ્થાનના પાલી જિલ્લાની એક છોકરી 30 વર્ષના એક મૌલાના સાથે બાડમેર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) દિપક ભાર્ગવ સમક્ષ હાજર થઈ હતી અને પોતાની સુરક્ષા માટેની વિનંતી કરી હતી.અને બંનેનું કહેવું છે કે તેઓએ પરસ્પર સંમતિથી લગ્ન કર્યા છે, પરંતુ બંનેના પરિવારના સભ્યો તરફથી તેઓને ખતરો છે.
વાસ્તવમાં, 19 વર્ષની યુવતી પાલી જિલ્લાના એક ગામની રહેવાસી છે. તે ત્રણ દિવસ પહેલાં ઘર છોડીને ચાલી ગઇ હતી. આ સાથે મૌલાના અબ્દુલ ગનીનું ઘર બાડમેરના દેરાસરમાં આવેલું છે. અબ્દુલ ગની પાલીના એક ગામમાં છેલ્લાં 7-8 મહિનાથી લઘુમતી બાળકોને ભણાવવાનું કામ કરતો હતો. જ્યારે મૌલાનાને ગામમાં રહેવા માટે કોઈ ઘર ન મળ્યું અને ત્યારે છોકરીના પિતાએ તેને તેના ઘરમાં આશરો આપ્યો હતો. પરંતુ અહીં રહેતી યુવતી અને મૌલાના બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.
બંનેનું કહેવું છે કે, તેઓએ એકબીજાની સંમતિથી લગ્ન કર્યા છે. યુવતી અને મૌલાના અબ્દુલ ગનીએ જણાવ્યું કે, બંનેએ એક મહિના પહેલાં પરસ્પર સંમતિથી લગ્ન કર્યા હતા અને બંને એકબીજા સાથે જીવન પસાર કરવા ઇચ્છે છે, પરંતુ બંનેને તેમના પરિવારના સભ્યોથી જીવનું જોખમ છે.
છોકરી ઘરેથી નીકળી ગયા બાદ તેના સંબંધીઓએ પાલી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તદુપરાંત પરિવારે પોતાની મેળે પણ પોતાની દીકરીની શોધખોળ કરી, પરંતુ છોકરી ક્યાંયથી ન મળી ન આવી. મૌલાના અને યુવતી બાડમેર પહોંચ્યા બાદ બાડમેર પોલીસે પાલી પોલીસને જાણ કરી હતી.અને ત્યારબાદ પાલી પોલીસ અને યુવતીનો પરિવાર બાડમેર પહોંચ્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.