જસદણના ભંડારિયામાં સગીરા પર ફઈના દીકરાએ જ દુષ્કર્મ આચર્યું છે. અને પેટનો દુખાવો ઊપડતાં હોસ્પિટલ લાવ્યા ને 3 માસનો ગર્ભ હોવાનું ખૂલ્યું છે.
જસદણ તાલુકાના ભંડારીયા ગામમાં એક વાડીમાં રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના પરિવારની સગીરાને તેના ફઇના દીકરાએ જ હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. ગઈકાલે સગીરાને અચાનક પેટમાં દુ:ખાવો ઉપડતાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને અહીં ઝનાના વિભાગની તપાસ દરમિયાન સગીરાને પેટમાં 3 માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. આથી હોસ્પિટલ ચોકીએ ભાડલા પોલીસને જાણ કરી હતી. પોલીસે સગીરાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રણ મહિના પહેલા ફઈ વતન મધ્યપ્રદેશ લઈ ગયા હતા. આ દુષ્કર્મના બનાવમાં સગીરા સાથે તેના ફઈના દીકરાએ જ શરીર સંબંધ બાંધી લીધાનું સામે આવ્યું હતું. અને ગઇકાલે 15 વર્ષની એક સગીરાને પેટના દુ:ખાવાની ફરિયાદ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહી લાવવામાં આવતા ઝનાના વિભાગમાં સારવાર દરમિયાન સગીરાના પેટમાં ત્રણ માસનો ગર્ભ હોવાનું જણાયું હતું. બાદમાં સગીરાની પુછપરછમાં એવી વિગતો ખુલી હતી કે. તે હાલ જસદણના ભંડારીયા ગામની વાડીમાં માતા-પિતા સાથે રહે છે. ત્રણેક મહિના પહેલા તેના ફઈ વતન મધ્યપ્રદેશ લઈ ગયા હતા.
સગીરા હોળી કરવા ગઇ અને દુષ્કર્મનો ભોગ બની હોળીના તહેવાર પર તે વતનમાં ગયા બાદ ફરી જસદણના ભંડારીયા ગામમાં પોતાના માતા-પિતા પાસે પરત ફરી હતી. પરંતુ ગઈકાલે અચાનક દુઃખાવો થતા પ્રથમ સરધાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.અને અહીં તેને ત્રણ માસનો ગર્ભ હોવાનું જણાયું હતું. સગીરાએ ભાડલા પોલીસને નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેના ફઇના સગીર વયના દીકરાએ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આથી ભાડલા પોલીસે જરૂરી કાગળો કરી જે વિસ્તારમાં બનાવ બન્યો તે વિસ્તારના પોલીસ મથકમાં જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.