પોરબંદરના ભારવાડા ગામે ગત રાત્રે સિમેન્ટના બાંકડે બેઠેલા બે લોકોને કાર ચાલકે હડફેટે લેતા બન્નેના મોત નીપજ્યા છે અને અકસ્માત સર્જી કાર નજીકમાં રહેલ પાણી ભરેલા ખાડામાં ખાબકતા જેસીબી વડે કાર તથા મૃતદેહોને બહાર કઢાયા હતા આ બનાવ સંદર્ભે પોલીસે કારચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરના દેગામ ગામે સીમ વિસ્તારમાં રહેતા લખમણભાઈ માલદેભાઈ ઓડેદરાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત રાત્રે તેના કાકા અરજન રાણાભાઇ ઓડેદરા (ઉવ 55) તથા મોટા બાપા છગનભાઈ મસરીભાઈ ઓડેદરા (ઉવ 53)બન્ને બસ સ્ટેન્ડ પાસે આવેલ પીપળાના વૃક્ષ નીચે સિમેન્ટના બાંકડા પર બેઠા હતા અને ત્યારે, કાર નં. GJ25 J 7256ના ચાલક અજીત ઉર્ફે અજ્જુ રણમલ ગોઢાણીયા (રે. બગવદર)એ તેની કાર પુરઝડપે ચલાવી બન્નેને અડફેટે લીધા હતા જેમાં કાર બન્નેને સાથે લઇ નજીકમાં આવેલ પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી.
આ અંગેની જાણ થતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા અને જેસીબીની મદદથી બન્નેના મૃતદેહો તથા કાર બહાર કાઢવામાં આવી હતી અને બન્નેના મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા અને જેમાં કાર ચાલક અજીત ઉપરાંત કારમાં રહેલ અન્ય વ્યક્તિને પણ ઈજાઓ થઇ હોવાનું જાણવા મળે છે. પોલીસે કારચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તહેવાર સમયે બબ્બે લોકોના અકસ્માતે મોત થતા બરડા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.