સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા દિવસે ને દિવસે કથળતી જાય છે. એમાય યુવતી-મહિલાઓની છેડતીના બનાવો પણ વધી રહ્યાં છે.ત્યારે વધુ એક છેડતીનો બનાવ ભેસ્તા ચાર રસ્તા નજીક બન્યો હતો.અને જેમાં એક યુવતીની જાહેર છેડતી કરવામાં આવી હતી. જો કે, યુવતીએ બુમાબુમ કરતાં આસપાસનો લોકો ભેગા થઈ ગયા હતાં. અને બદમાશને પકડી લીધો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતી એક યુવતી ગતરોજ મોડી સાંજે નોકરી પુરી કરીને પરક પોતાના ઘરે આવતી હતી. ભેસ્તાન ચાર રસ્તા પાસે પહોંચી ત્યારે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો. તેણે યુવતીને આંતરીને તેનો હાથ પકડ્યો હતો.અને યુવતી કંઈ સમજી શકી ન હતી. ત્યાર બાદ તેણે યુવતીના શરીરે હાથ ફેરવતા તે ડઘાઈ ગઈ હતી.
આ દરમિયાન યુવતી બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તેઓએ અજાણ્યા બદમાશને પકડી લીધો હતો.છેડતી કરનાર શખ્સને જાહેરમાં માર મારી માર્યો હતો.અને બાદમાં યુવતીએ અજાણ્યા આરોપી વિરુદ્ધ પાંડેસરા પોલીસમાં છેડતીની ફરિયાદ આપતા ગુનો દાખલ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.