ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથનાં કેસમાં બનાવોમાં ચિંતાજનક વધારો.. માત્ર ૦૩ વષઁ માં માત્ર એકને જ…….

તાજેતરમાં જ ગુજરાતનાં ડાંગ જિલ્લામાં બે યુવાનોએ પોલીસ કસ્ટડીમાં મોત થતાં ચકચાર મચી ગઈ હતી. કસ્ટોડિયલ ડેથના બનાવો વધતાં ગુજરાત પોલીસની કામગીરી સામે સવાલો સર્જાયા છે. આજે લોકસભામાં આ મુદ્દો ચર્ચાયો હતો.

આમ જોવા જઇએ તો છેલ્લા ૦૩ વષઁમાં કસ્ટોડિયલ ડેથનાં કિસ્સામાં કુલ ૨૨૪નાં મોત થયાં છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક જ વષઁમાં ન્યાયિક હિરાસતમાં આખાય ભારતમાં દેશમાં ૧૮૪૦ કેદીઓના મોત થયા છે.

કસ્ટડીમાં મોત પાછળનું કારણ ટોચઁર, મારપીટ જ હોય છે એવું નથી પણ અન્ય કારણો પણ જવાબદાર હોય છે. પોલીસની એવી દલીલ છે કે બિમારી, સારવારમાં વિલંબ, મનોવૈજ્ઞાનિક સમસ્યા, વૃદ્ધાવસ્થા, ખરાબ રહેણીકરણીને કારણે દદીઁઁઓનું કસ્ટડીમાં મોત થાય છે.

છેલ્લા બે વર્ષમાં કસ્ટોડિયલ ડેથના બનાવોમાં સુરત શહેરના એક કિસ્સામાં કેદીના વારસદારને રાજ્ય સરકારે રૂા.2.5 લાખ વળતર પણ ચૂકવ્યું છે. ગૃહવિભાગનો દાવો છેકે, અત્યાર સુધી મળેલી ભલામણ પૈકી કોઇ પણ મૃતક કેદીને વળતર ચૂકવવાનુ બાકી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.