અમદાવાદ: ચાંદખેડામાં રહેતી યુવતી સાથે તેના મિત્રએ લગ્નની લાલચ આપી અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીએ લગ્નની વાત કરતા યુવકે દુષ્કર્મ કરવા જ તારી સાથે સબંધ રાખ્યો હોવાનું જણાવ્યું હતુ. આથી પોતાની સાથે દગો થયો હોવાનું જણાતા આઘાતમાં યુવતીએ ઊંઘની ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને આ સમગ્ર ઘટના અંગે ચાંદખેડા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચાંદખેડા વિસ્તારમાં 19 વર્ષીય યુવતી પરિવાર સાથે રહે છે અને શહેરની એક કોલેજમાં બી.કોમ તેમજ સીએનો અભ્યાસ કરે છે. યુવતીના પિતા કોરોનાની બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. આ દરમિયાન વર્ષ 2019માં સાબરમતીમાં રહેતા ફેનિલ રામચંન્દ્ર વાઘેલા સાથે પરિચય થયો અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો જેથી તેણે લગ્ન કરવાની વાત કરી બાહેધરી આપી હતી. તેથી ફરવા જતાં અને હોટલમાં રોકાતા હતા અને ફેનિલના ઘરે કોઇ ન હોય તો તેના ઘરે પણ બોલાવતો અને સંબંધો બાંધતો હતો. તેણે ચાંદખેડાની હોટેલ અંજલિમાં લઇ જઇ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતુ.
આ દરમિયાનમાં 2022માં લગ્નની વાત કરતા તેને બીજી છોકરી સાથે પ્રેમ હોવાનું જણાવી લગ્ન કરવાની ના પાડી દીધી અને જણાવ્યું કે તારી સાથે શરીર સંબંધ બાંધવા માટે જ લગ્નની લાલચ આપી હતી. આ સાંભળી યુવતીની પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને ઊંઘની ગોળીઓ ખાઈ આપઘાતની કોશિશ કરી હતી અને જેને પગલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસે ફરિયાદના આધારે યુવકની તપાસ હાથ ધરી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.