બદનક્ષી કેસમાં આવ્યો વળાંક, કંગનાએ કયાઁ કાઉન્ટર કેસ, કોર્ટમાં થઈ હાજર.

બોલીવુડમાં હમણાં છેલ્લાં ધણાં સમયથી ભારે કોન્ટ્રોવસીઁ જોવા મળી રહી છે. હાલમાં બોલિવૂડનાં પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર અને અભિનેત્રી કંગના વચ્ચેની બબાલ હાલમાં મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં બહોળા પ્રમાણમાં ચચાઁઈ રહી છે.

ત્યારે આ મામલામાં એક નવો વળાંક આવ્યો છે. જેમાં ગીતકાર જાવેદ અખ્તર દ્નારા દાખલ કરવામાં આવેલાં માનહાનિનાં કેસના મામલામાં આખરે અભિનેત્રી કંગના રણૌત આજે મુંબઈનાં અંધેરી વિસ્તારની કોર્ટેમાં હાજર થઈ હતી.

આ મામલાની સુનાવણી પણ થઈ હતી. આ દરમ્યાન કહાનીમાં ટ્વિસ્ટ એવો આવ્યો છે કે કંગના રનૌતે સમગ્ર વિવાદમાં જાવેદ અખ્તર પર કાઉન્ટર અરજી દાખલ કરી છે. જેમાં તેમણે જાવેદ અખ્તર પર ગંભીર આરોપો લગાવ્યા છે. મુંબઈની અંધેરીની કોર્ટમાં અભિનેત્રી સુરક્ષા સાથે હાજર થવા પહોંચી હતી, મેજિસ્ટ્રેટ દ્વારા બન્નેને આ મામલામાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. જાવેદ અખ્તર પહેલેથીજ કોર્ટમાં હાજર હતા.

https://www.youtube.com/watch?v=d5cyIgay-h0

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.