દિલ્હીમાં મોડલનાં વાળ કાપવા સલૂનને મોંધા પડ્યાં.. જાણો છે આ કારણ..

દિલ્હીમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સલૂનમાં મહિલાનાં હેરકટ કરતાં ભૂલ થઈ તો મહિલાને NCDRC એ ગ્રાહક સુરક્ષા વિવાદ આયોગે ૨ કરોડની ચૂકવણી કરવાનો આદેશ કર્યો છે. મહિલાનાં વાળ ખરાબ રીતે કાપતાં ખોટી હેર ટ્રીટમેન્ટ આપીને વાળ કાયમી નુકસાન પહોંચાડવા બદલ આ વળતર આપવા માટે કહેવામાં આવ્યું છે.

સમાચાર એજન્સી અનુસાર આ સલૂન દિલ્હીની એક હોટલમાં છે.જ્યાં આશના રો એપ્રિલ ૨૦૧૮ માં તેના વાળની ટ્રીટમેન્ટ કરાવવા ગઈ હતી.તે “હેર પ્રોડક્ટ્સ”ની મોડલ હતી અને તેણે ધણી મોટી હેર કેર બ્રાન્ડસ માટે મોડેલિંગ કયુઁ હતું.પરંતુ સલૂન દ્નારા તેની સૂચનાઓથી વિપરિત ખોટા વાળ કાપવાનાં કારણે, મોડલે પોતાનું કામ ગુમાવું પડ્યું હતું. અને આથિઁક નુકસાન ભોગવું પડ્યું હતું.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo

જયારે તેણીએ આ બાબતે મેનેજરને ફરીયાદ કરી ત્યારે તેણે વાળની મફત સારવારની ઓફર કરી. આશના દાવો છે કે આ સમય દરમિયાન કેમિકલથી તેનાં વાળને કાયમી નુકસાન થયું હતું. જેની સાથે તે રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ સુધી પહોંચી હતી.

આ જ કેસમાં હવે પંચે આદેશ આપ્યો કે ફરિયાદીને બે કરોડ રુપિયાનું વળતર આપવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.