ગઢડા તાલુકાના ધોકડવા ગામે બે આંકલા વચ્ચે યુદ્ધ થતા અનેક લોકોને ઈજાઓ થઈ

ગઢડા તાલુકાના ધોકડવા ગામે બે આંકલા વચ્ચે યુદ્ધ થતા અનેક લોકોને ઈજાઓ થઈ

વાહન ચાલકોને અકસ્માત નો ભાઈ પણ સતાવી રહ્યો હતો  . . .
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે રસ્તા પર આખલો ભુરાતા અનેક લોકો ને ફગોળતા તંત્ર નિર્દોષ નાગરિક ભગો બને ત્યારે જાગશે
ધોકડવા ગામે રસ્તે રખડતા ઢોરના ત્રાસના કારણે કેટલાક રાહદારીઓ ના જીવ તાળવે ચોંટી ગયા છે ત્યારે રખડતા ઢોરનો આતંક ધોકડવાની બજારમાં જોવા મળ્યો હતો. જેમાં આખલો ભુરાતા રસ્તા પર જ જોરદાર યુધ્ધ છેડાયું હતું અને રાહદારીઓ જોખમમાં મુકાયા હતા.
આ ઘટના તુલશીશ્યામ રોડ પર આખલો ભુરાતા અનેક લોકો રસ્તા પરથી પસાર થતા લોકો જોખમમાં મુકાયા હતા. આ ઘટના ધોકડવા વરૂડી હોટલ નજીક થઈ હતી ત્યારે સ્થાનિક તંત્રએ પણ આ મામલે કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ તંત્ર દ્વારા રખડતા ઢોર મામલે કોઈ નક્કર પગલા લઈ પરિણામ આવ્યું હોય તેવું જણાતું નથી. આ સ્થિતીમાં નિર્દોષ નાગરિકને જીવ ગુમાવવો પડે તો જવાદાર કોણે તેવો સવાલ નાગરિકો ઉઠાવી રહ્યાં છે. .

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.