અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે એક સગીર યુવતી ઉપર આઠ જેટલા વ્યક્તિઓએ સામૂહિક દુષ્કર્મ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. આટલી સંવેદનશીલ ઘટના અંગે પોલીસ ફરિયાદ થઈ છે અને તપાસ પણ શરૂ થઈ છે પણ ઘટનાની વિગતો અંગે અત્યારે સત્તાવાર રીતે પોલીસ અધિકારીઓ તરફથી કોઈ વિગત જાહેર કરવામાં નથી આવી રહી.
ધોળકા વિસ્તારની આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે ગુરૂવાર રાત્રિ વેળા ધોળકા ગામથી 5 કિમી દૂર ખાનપુર ગામ પાસે ખેતરમાં સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટી.અને આ ઘટનામાં 8થી પણ વધારે યુવકો સંડોવાયા હોવાની શક્યતાને નકારી શકાતી નથી. સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને સ્થાનિક ધોળકામાં પ્રાથમિક સારવાર અપાયા બાદ સ્થિતિ ગંભીર હોવાના કારણે વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી
સૂત્રોએ જણાવ્યું હતું કે ઘટના સ્થળેથી ફોરેન્સિક સેમ્પલ અને અન્ય પુરાવા એકત્ર કરવા માટે ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની એક ટીમ પણ પહોંચી હતી. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ લોકોના ટોળા પોલીસ સ્ટેશન અને આરોગ્ય કેન્દ્ર પર ઉમટી પડયા હતા. ધોળકા પોલીસે આ ઘટનામાં 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તો ઘટનાની તલસ્પર્શી તપાસ માટે સ્થળ એફએસએલ પણ કરાયું છે.જો કે આ સમગ્ર ઘટના અંગે પોલીસે મોન સેવ્યું છે અને ચર્ચા એવી છેકે પોલીસને રાજકીય દબાણ હોવાથી ફરિયાદમાં કોઇ ઉલ્લેખ કરાયો નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.