ધોર કળયુગ સુરતમા પુરુષે પત્ની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા અદાલતના શરણે

10 વર્ષના લગ્નજીવન બાદ પતિએ પોતાની પત્ની સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરવા માટે અદાલત માં દાદ માગી ફરિયાદ નોંધાવી છે. પત્નીએ પોતાના પહેલા લગ્ન છુપાવીને બીજા લગ્ન કરી બે સંતાનની માતા બન્યા બાદ પતિને પહેલાં લગ્નની જાણ થઈ હતી. સમગ્ર ઘટના અંગે તપાસ કરાવતાં પોતાના લગ્ન બાદ થયેલાં બે સંતાનો પૈકી એક સંતાન કોઈ ત્રીજા વ્યક્તિનું હોવાનું DNA ટેસ્ટમાં બહાર આવતાં પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

શહેરમાં અને સમગ્ર દેશમાં કાર્યરત વડોદરાની સંસ્થા સેવ ઇન્ડિયા ફેમિલી ફાઉન્ડેશન દ્વારા પત્ની પીડિત પુરુષોને ન્યાય અપાવવા કામગીરી કરવામાં આવે છે. પોલીસે યુવાનની ફરિયાદ ન સ્વીકારતાં તેમણે સંસ્થાની મદદથી આખરે બે દિવસ અગાઉ અદાલતનું શરણું લીધું છે. આગામી 11 તારીખે આ કેસમાં હિયરિંગ થવાનું છે. ત્યારબાદ અદાલત નિર્ણય કરશે કે આગળ શું કરવું.સમગ્ર ઘટનાની વિગત કેવી છે કે,સુરતમાં રહેતા 38 વર્ષીય યુવાનના લગ્ન નજીકના ગામની યુવતી સાથે થયા હતા. લગ્નનાં 10 વર્ષના દાંપત્ય જીવનમાં 4 વર્ષ અગાઉ પતિને પત્નીના ચરિત્ર અંગે શંકા ગયા બાદ તપાસ કરતાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અનેક લોકો સાથેની વાતચીત મળી આવી હતી. પરિવાર દ્વારા સમગ્ર ઘટનામાં સમાધાનનો માર્ગ અપનાવી દાંપત્ય જીવન ટકાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી નહોતી. મહિલાના બાહ્ય સંબંધો ચાલુ રહેતાં આખરે યુવાન દ્વારા વધુ તપાસ કરાવતાં પત્નીના અગાઉ પણ એક લગ્ન થયા આવવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસે યુવકને દાદ ન આપતાં આખરે ક્રિમિનલ કેસ દાખલ કરવા માટે અદાલતનું શરણું લેવું પડ્યું હતું.પોતાની પત્નીના બીજા લગ્ન 10 વરસના દાંપત્યમાં બે સંતાનો થયાં હોવાથી તેમના ડીએનએ ટેસ્ટ કરાવ્યા હતા. જે અંગે એક સંતાન અગાઉના પતિનું કે પોતાનું પણ ન હોવાનો અને ત્રીજા વ્યક્તિનું હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી તેણે પત્ની સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવાનો નિર્ધાર કર્યો હતો

કોઈ પુરુષે પોતાની સાથે થયેલા દુર્વ્યવહાર અંગે પત્ની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા અદાલત નું શરણું લીધું હોય અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા હોય તેવો પ્રથમ બનાવ હશે, પત્ની પીડિત પુરુષોને યથાયોગ્ય મદદ કરવામાં આવે છે. આ યુવાન પણ સુરતમાં રહે છે અને વડોદરાની સંસ્થા નો જ એક સભ્ય છે. સુપ્રીમ કોર્ટ દ્વારા લગ્નજીવનમાં પત્નીની મરજી વિરુદ્ધ પણ પતિ જો સંબંધ બાંધે તો તેને દુષ્કર્મ ગણવા અંગે કાયદો લાવવા મનોમંથન ચાલી રહ્યું છે, જે અંગે સેવ ઇન્ડિયા ફેમિલી ફાઉન્ડેશન દ્વારા પૂના અને બેંગ્લોરમાં ભૂખ હડતાળ કરવામાં આવી હતી, આવો કાયદો લાવવો હોય તો કોર્ટમાં નહીં, પરંતુ લોકતંત્ર મુજબ લોકસભા અને રાજ્યસભામાં આ અંગે ચર્ચા થવી જોઈએ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.