ધોરાજીમાં ઘર પચાવી પાડવા પાડોશીએ ‘તમને એકેયને છોડવા નથી’ કહી પ્રૌઢની છાતીમાં છરીનો ઘા માર્યો.

ધોરાજીના ખરાવાડ પ્લોટમા ઘર પાસે પરિવારજનો શરમમાં મુકાઇ જાઈ તે રીતે જાહેરમાં નિરોધ સહિતના કચરાનો છૂટો ઘા કરવા અંગે સમજાવટ કરવા ગયેલા પ્રોઢ પર પાડોશમાં રહેતા મુસ્લિમ શખ્સે છરી વડે હુમલો કરી ડાબા હાથની નસ કાપી પ્રૌઢની છાતીમાં છરી ભોંકી દીધી હતી અને પરિવાજનોને ઘર ખાલી કરી નાખવાની ધમકી આપતા ફફડાટ ફેલાયો છે.સ્થાનિકોએ ઈજાગ્રસ્ત પ્રૌઢને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડયા હતા.અને સ્થાનિકોને યેનકેન પ્રકારે પરેશાન કરી ખૂની હુમલાની કરવાની ટેવ ધરાવતા શખ્સ સામે ગંભીર કલમો હેઠળ ધોરાજી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઘાતકી હુમલાના બનાવ અંગે ધોરાજી ખરાવાડપ્લોટ જલારામ બેકરી પાસે રહેતા ખેતીકામ કરતાં દિનેશભાઇ બાબુભાઇ ગજેરા નામના 56 વર્ષીય પટેલ પ્રોઢની ફરિયાદ પરથી ધોરાજી પોલીસે છરા વડે હુમલો કરી હાથની નસ કાપી મકાન ખાલી કરી જતી રહેવાની ધમકી આપનાર પાડોશી યાસીન ઇકબાલભાઇ સંધી સામે આઇસપીસી 326, 323,504, 506(2) તથા જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી એ.એસ.આઈ એચ.બી.ગજેરાએ શોધખોળ હાથ ધરી છે.

ઇજાગ્રસ્ત પ્રોઢે જણાવ્યુ હતું કે, મારા પાડોશમાં ભાડૂઆત તરીકે મુસ્લિમ પરિવાર રહે છે.જે સ્થાનિકોને યેનયેન પ્રકારે પરેશાન કરી મકાન ખાલી કરાવી નાખવાની ધમકી આપી છે.દિવાળીના સમયે પાડોશી યાસીને રંગોળી ઉપર ઓઇલ ઢોળી નાંખી રંગોળી વીંખી નાખી હતી.બાદમાં અવાર નવાર જાહેરમાં ગાળો બોલી સ્થાનિકોને પરેશાન કરે છે.અને છેલ્લા એકાદ અઠવાડીયાથી મારા પરિવારજનો શરમમાં મુકાઇ જાય તે પ્રકારે ઘર પાસે ઉપયોગ કરેલા નિરોધ સહિતના કચરાનો છૂટા ઘા કરી ત્રાસ આપતો હતો.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, આઅંગે મે યાસીનને ઘર પાસે ખરાબ કચરો ન નાખવા મુદે ઠપકો આપયાઓ હતો.જે બાબતનો ખાર રાખી શનિવાર સાંજે હું દુકાનેથી વસ્તુ લઈ ઘરે જતો હતો અને ત્યારે મને ઘર પાસે યાસીને આંતરી ‘તું કેમ મારી વાતો ઊડાડે છે,મે બધી તૈયારી કરી લીધી છે,હવે ઘર મૂકીને ભાગી જજો,તમને એકેયને છોડવા નથી,બધાને કોયતાથી કાપી નાંખીશ તેવી જાહેરમાં ધમકી આપી મારા હાથની નશો કાપી નાંખી છાતિના ભાંગે ગંભી ઇજા પહોચાડી નાસી છૂટ્યો હતો અને હું બેભાન જેવો થઈ જતાં મારા પરિવારજનોએ મને લોહિયાળ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.