સુરતમાં વીજળી અને ડીઝલ-પેટ્રોલના ભાવો કૂદકે ને ભૂસકે વધી રહ્યા હોવાથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવો સતત વધી રહ્યા છે. ટાંચી આવક વચ્ચે સામાન્ય ગરીબ-મધ્યમ વર્ગ માટે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.અને ત્યાં અમૂલ ડેરી પછી હવે સુમુલ ડેરીએ 500 મીલી લીટર છાશની કિંમતમાં 2 અને લીટરના પેકમાં 4 રૂપિયા ભાવવધારો કર્યો છે.
સુમુલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સુમુલ ડેરી નહીં નફો નહીં નુકસાનના ધોરણે છાશનું વિતરણ કરે છે. તાજેતરમાં કોલ્ડ સ્ટોરેજ માટેની વીજળીની કિંમતો વધી છે.અને પેકેજિંગના ભાવો પણ વધ્યા છે. ડીઝલના ભાવો પણ વધ્યા છે. જેના લીધે છાશની પડતર કિંમત 1.20 રૂપિયા વધી જતાં નુકસાન અટકાવવા સુમુલને નાછૂટકે 500 ML છાશની કિંમત 2 રૂપિયા વધારવી પડી છે. સુમુલ રોજ 3.20 લાખ લીટર છાશનું વેચાણ કરે છે.તેમજ 15 દિવસ પહેલાં અમૂલ છાશના ભાવો લીટરે 4 રૂપિયા વધારતાં 30 રૂપિયા થયો હતો. આજથી સુમુલની છાશનો લીટરનો ભાવ પણ 30 રૂપિયા થયો છે. સુમુલ ડેરીએ માર્ચ મહિનામાં બે વાર પશુપાલકોને કિલો ફેટ 20 અને 10 રૂપિયાનો ભાવવધારો દૂધની ખરીદી માટે આપ્યો હતો. જો વીજ, પેકેજિંગ અને ડીઝલના ભાવો હજી વધશે તો દૂધ છાશના ભાવો વધી શકે છે.
દાયકાઓ પહેલાં જ્યારે પશુપાલકો પાસે સ્ટોરેજ કે ચીલિંગ મશીન ન હતાં ત્યારે છાશ રસ્તાઓ પર ઢોળી દેવામાં આવતી હતી. અને એ પછી ટેક્નોલોજી વધવા સાથે છાશની કઢી બનાવવાથી લઈ અન્ય વાનગીઓમાં તેનો વપરાશ વધ્યો હતો. ગરમીમાં મસાલા છાશનો વેપાર વધુ રહેતો હોય છે. ઉનાળામાં બપોરના ભોજનમાં છાશ સુરતી-ગુજરાતી પરિવારો માટે અનિવાર્ય બની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.