ગાંધીનગરમાં ભાજપથી લોકો નારાજ છે, તો બીજી કોંગ્રેસે તોડ્યો લોકોનો ભરોસો… મનીષ સિસોદીયા.

ગાંધીનગરમાં લોકોને ભાજપ પર ભરોસો નથી. કોપોરેશનની ચૂંટણીમાં છેલ્લી બે ટર્મ દરમિયાન ભાજપ પ્રત્યે પોતાની નારાજગી બતાવી કોંગ્રેસને જીતાડી હતી. પરંતુ કોંગ્રેસ પણ ગાંધીનગરની જનતા સાથે વિશ્વાસઘાત અને ગદ્દારી કરી હોવાનું તથા જનતાનાં સમર્થન અને ભરોસો તોડયો હોવાનું દિલ્હીનાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ ગાંધીનગરમાં પ્રચાર દરમિયાન ચાબખા માર્યા હતા.

સાફ સફાઈથી લઈને સ્વાસ્થ્ય સહિત કોર્પોરેશનનાં દાયરામાં આવતી દરેક વસ્તુની તસવીર બદલી શકે છે. આગામી ૩ ઓકટોબરનાં રોજ ગાંધીનગરમાં યોજાનારી ચૂંટણીમાં ભાજપનાં નિષ્ફળતા અને જનતાનો તૂટેલો વિશ્ચાસ બદલાવ લાવશે.

https://www.youtube.com/watch?v=KLODJ_yMYk8

તેમણે દિલ્હીનું એજયુકેશન મોડેલ ગુજરાતમાં પણ અપનાવી શકાય છે. અને ગુજરાતનો શિક્ષક એટલો સક્ષમ છે કે તે સમગ્ર એજયુકેશન સિસ્ટમને બદલી શકે છે.પરંતુ અહીંની ગુજરાત સરકાર તે માટે ઉદાસીન હોવાનાં આરોપ મૂકયો હતો. તેમનો પેથાપુર રોડ શો યોજાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.