ગાંધીનગરના માણસા તાલુકાના લિંબોદરાની સગીરાને અમરાપુર નદીના કોતરમાં લઈ જઈને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે. જેમાં પ્રેમીએ આખી વાત પોલીસને જણાવી છે. સગીરા સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધી ઠંડા કલેજે એના ગળા પર કટર ફેરવી ગળુ કાપવાનો પ્રયાસ કર્યો હતો. હત્યા માટે પ્રેમીએ પ્રિ પ્લાનિંગ કરી રાખ્યું હતું અને કાવતરા અનુસાર પહેલાથી પ્રેમી પોતાની સાથે તીક્ષ્ણ કટર લઈને એને મળવા માટે પહોંચ્યો હતો.
હાલમાં માણસા પોલીસ તરફથી આરોપી પ્રેમીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સગીરાએ જ્યારે ભાગી જવાની વાત કરી ત્યારે તે ઉશ્કેરાઈ ગયો હતો. પછી પ્રેમીકાનું ગળુ કાપી નાંખ્યું.અને કેવી રીતે પ્લાનિંગ કર્યું એ અંગે પ્રેમીએ પોલીસને વિગતવાર વાત કહી છે. જ્યારે સગીરાએ ભાગી જવા માટેની વાત કહી ત્યારે પ્રેમીએ કટરથી એનું ગળુ કાપવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે, રાહતની વાત એ છે કે, સગીરાને ગળા પર ગંભીર ધસરકા પડ્યા હતા. જીવ બચી ગયો હતો.
એને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. માણસાન લિંબોદરા ગામે રહેતી સગીરા ધો.12માં અભ્યાસ કરી રહી છે. જે શાળામાં પરીક્ષા આપવા ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી. સંજય ઠાકોરે પરીક્ષા પૂરી થયા બાદ એના કાકા બોલાવી રહ્યા છે એવું કહીને તે નદીના કોતરમાં લઈ ગયો હતો. જ્યાં કટરથી ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સ્થળેથી કટર પણ મળી આવ્યું હતું. સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા બાદ બંને વચ્ચે ડખા થયા હતા.અને આ તકરારની પ્રેમી પર ઊંડી અસર થઈ હતી.
જેથી તે કટરથી સગીરાનું ગળુ કાપવા તૈયાર થયો. કટરથી સગીરાના ગળા પર ઘા મારી દીધા હતા. સગીરા જેમતેમ કરીને કોતર તરફ કામ કરતા મજૂર તરફ દોડી ગઈ હતી.અને જ્યાંથી ફોન કરીને એના કાકાને બોલાવી લીધા હતા. 108 એમ્બ્યુલન્સથી એને ગાંધીનગર સિવિલમાં સારવાર હેતું લઈ જવાઈ હતી. ગળા પર નાનું ઑપરેશન કરીને 25 ટાકા લેવામાં આવ્યા હતા. માણસા પોલીસે આ પ્રેમીની ધરપકડ કરીને કાયદેસરની પગલાં લીધા છે.
બીજી તરફ જુદી જુદી ટીમ તૈયાર કરીને પોલીસે સંજય ઠાકોરને ગણતરીની કલાકમાં પકડી પાડ્યો હતો. આ મામલે માણસા PI પરમારે જણાવ્યું હતું કે, સગીરા અને સંજય છેલ્લા બે વર્ષથી સંપર્કમાં હતા. સ્કૂલેથી સગીરા છૂટી એ પછી ઘટના બની છે. જ્યાં સંબંધો બાંધ્યા બાદ ભાગી જવા મુદ્દે બંને વચ્ચે માથાકુટ થઈ હતી. આરોપી પહેલાથી જ પોતાની સાથે ધારદાર કટર લઈને આવ્યો હતો. પૂછપરછમાંથી જાણવા મળ્યું છે કે, સગીરા ભાગી જવા દબાણ કરતી હતી. જ્યારે હવે સગીરા કહે છે કે, સંજય ભાગી જવા માટે કહેતો. અને બંનેના નિવેદન વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. સગીરાની ફરીથી પૂછપરછ કરાશે. સંજયના માતા અને પિતા બંનેનું અવસાન થયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.