ઓખામાંથી સોનાની ચેનની ચીલઝડપ કરતી બાવરી ગેંગ ઝડપાઈ છે. જેમાં ઓખાના બેટ દ્વારકા ખાતે બોટ મારફતે જતા એક મહિલાના ગળામાંથી સોનાની ચેનની થયેલી ચીલ ઝડપ પ્રકરણમાં સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરતા પરપ્રાંતીય મહિલાઓ સાથેની બાવરી ગેંગને દબોચી લીધી હતી.અને આ પ્રકરણમાં પોલીસ દ્વારા કુલ નવ આરોપીઓને રૂપિયા 3.45 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલા છે.
તળાજા ખાતે રહેતા ભાવિશાબેન ગીરીશભાઈ મહેતા નામના એક મહિલા ઓખાની પેસેન્જર બોટમાં બેસવા જતા હતા. ત્યારે તેમની નજર ચૂકવી અને તેમણે પહેરેલી રૂપિયા 70,000 ની કિંમતની બે તોલાની સોનાની ચેન કોઈ ચીલઝડપ કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું હતું. અને આ પ્રમાણે ઓખા મરીન પોલીસ વિભાગના પીએસઆઇ એમડી મકવાણા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત જાહેર વિસ્તારોમાં ભીડનો લાભ લઇ અને આ પ્રકારે ચીલઝડપ કરતી આખી ગેંગ એવી પરવલ બાવરી ગેંગને આ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવી હતી.
સોનાના ચીલ ઝડપ સંદર્ભે ઝડપાયેલી આ ગેંગમાં હરિયાણા રાજસ્થાનના રહીશો એવા 9 આરોપીઓને ઝડપી લેવાયા છે. આ આરોપીઓને ઝડપી લીધા બાદ તેમની પાસેથી પકડાયેલ સદસ્યો પાસેથી પોલીસને સોનાના બે ચેન એક વીટી, સોનાનું પેન્ડલ તથા જુદી જુદી કંપનીના 4 મોબાઈલ ઉપરાંત રૂપિયા 30,840 રોકડા મળી કુલ 3.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તથા આ સમગ્ર કાર્યવાહી ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઇ તથા જુદા જુદા વિભાગના પીએસઆઇ દ્વારા હાથ ધરવામાં આવી છે.અને જેમાં બાવરી ગેંગ દ્વારા આવી અન્ય કોઈ ચોરીને અંજામ આપવામાં આવેલ છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.