મુન્દ્રા બંદરેથી કન્ટેનરમાં પ્રતિબંધિત લાલચંદનનો જથ્થો વાયા મલેશિયા મોકલવામાં આવતો હોવાની બાતમીના આધારે ગાંધીધામ ડીઆરઆઈની ટીમે તપાસ હાથ ધરતાં કન્ટેનરમાંથી 11.5 ટન જેટલું પ્રતિબંધિત રક્તચંદન ઝડપી પાડયું હતું. તમામ જથ્થો સીઝ કરીને સૌરાષ્ટ્ર સીએફએસમાં રાખી દેવામાં આવ્યો હતો. અને સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રેલ માર્ગે મુન્દ્રા પોર્ટ પર આવેલા વીસ ફૂટના એક કન્ટેનરમાં લાલચંદન હોવાના ઈનપુટ મળતા ગાંધીધામ ડીઆરઆઈની ટીમે તવાઈ વર્તાવી હતી.
મુન્દ્રા પોર્ટ પર આવેલા કન્ટેનરની તપાસ કરતાં તેમાંથી 11.5 ટન જેટલો પ્રતિબંધિત રક્તચંદનનો જથ્થો મળી આવ્યો હતો. મુન્દ્રામાંથી પકડાયેલ આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 5.50 કરોડ આંકવામાં આવી રહી છે. અને મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલ રક્તચંદન મામલે ડીઆરઆઈએ પુરાવાઓ એકઠા કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.