દેવભૂમિ દ્વારકાની (DEVBHOOMI DWARKA) પોલીસે (POLICE) કરોડનું હેરોઈન (HEROIN) અને એમડી ડ્રગ્સ (MD DRUGS) દરિયાઈ માર્ગે આવ્યું હોવાનું ખૂલ્યું છે. સંભવત ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાનથી (PAKISTAN) આવ્યું હોવાનું પોલીસનું અનુમાન છે.
સલાયાનાં બે ભાઈઓએ ડ્રગ્સનું આ કન્સાઈન્મેન્ટ મંગાવ્યું હોવાથી બંનેની પુછપરછમાં સપ્લાયરો અંગે ખુલાસો થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરહદ અને દરિયાઇ વિસ્તાર પાકિસ્તાનની નજીક છે. આ સ્થિતિમાં દ્વારકાના ૪૦થી વધુ બેટની સુરક્ષા થોડા ટાઈમ પહેલા જ વધારી દેવામાં આવી હતી.
એટલું જ નહીં લેન્ડીંગ પોઇન્ટ પરની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી હતી. આ ઉપરાંત ખાસ નેટવર્ક ઊભું કરીને આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ઘણા સમયથી આ સમગ્ર કવાયત ચાલી રહી હતી. જેને પરિણામે આ જથ્થો ઝડપાયોનું પોલીસ અધિકારીઓનું કહેવું છે.
એકલા દ્વારકા જ નહીં પણ જામનગર અને નવલખી બંદરની સુરક્ષા પણ તાજેતરમાં વધુ કડક બનાવવામાં આવી છે. જેને કારણે કોઈ હથીયારો ભારતની સરહદમાં ઘૂસી ન શકે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે , સલાયાના સલીમ અને અલી પાસેથી જે ૪૭ પેકેટ મળી આવ્યા છે તેનું હાલમાં પંચનામુ ચાલે છે.આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલશે. આમ છતાં હાલમાં પ્રથમ તબકકે જોતાં ૩૦૦ કરોડનું ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.